11 રાજ્યોએ દરેક ઉંમરના લોકો માટે વેક્સિનેશન ફ્રી કર્યું, ત્રીજી લહેર રોકવા માટે 70% વસ્તીનું રસીકરણ જરૂરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 17:01:50
  • Views : 376
  • Modified Date : 2021-04-25 17:01:50

    દેશમાં કોરોનાની સામે ચાલી રહેલા વેક્સિનેશનના પ્રોગ્રામનો આજે 100મો દિવસ છે. 16 જાન્યુઆરીથી 24 એપ્રિલ એટલે કે 99 દિવસમાં 14 કરોડ 8 લાખ 2 હજારથી વધુ એટલે કે દેશની 10 ટકા વસ્તીને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. તેમાં 11 કરોડ 85 લાખ લોકો એવા છે, જેમને એક ડોઝ જ આપવામાં આવ્યો છે. 2 કરોડ 22 લાખ લોકોને બંને ડોઝ લાગી ચૂક્યા છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, કોરોનાની ત્રીજી અને પછી આગળ કોઈ લહેર ન આવે, તેના માટે દેશની 70 ટકા વસ્તીને વેક્સિન આપવી જરૂરી છે.

    અત્યાર સુધી હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, 45 વર્ષથી વધુ ઉંમરના લોકો અને અન્ય ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા લોકોને મફતમાં વેક્સિન અપાઈ રહી છે. એક મેથી કેન્દ્ર સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાવવાની મંજૂરી આપી છે.જોકે આ વખતે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે 18થી 45 વર્ષની વચ્ચેના લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં વેક્સિન લગાવવામાં આવે અથવા તો પછી રાજ્ય સરકાર દ્વારા કરાતી વ્યવસ્થા અંતર્ગત વેક્સિનેશન કરાવવામાં આવે. એટલે કે આ ઉંમરના લોકોને કેન્દ્ર સરકાર તરફથી ફ્રી વેક્સિન આપવામાં આવશે નહિ.45 વર્ષથી વધુની ઉંમરના લોકોને પહેલાની જેમ જ ફ્રીમાં વેક્સિન આપવાનું ચાલુ રહેશે. એવામાં 11 રાજ્યોએ દરેક ઉંમરના લોકોને ફ્રીમાંમાં વેક્સિન લગાવવાની જાહેરાત કરી દીધી છે.




Download Our B K News Today App



Related News