આજરોજ ડીસા શહેરમાં રાજપૂત રાષ્ટ્રીય કરણી સેના દ્વારા જરૂરિયાત મંદ લોકો ને બિસ્કીટ, ફ્રુટ, પતંગ, દોરી અને ચીકીનું વિતરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-10 10:42:23
  • Views : 248
  • Modified Date : 2022-01-10 10:42:23

આજરોજ ડીસા શહેરમાં રાજપૂત રાષ્ટ્રીય કરણી સેના દ્વારા જરૂરિયાત મંદ લોકો ને બિસ્કીટ, ફળ, પતંગ, દોરી અને ચીકીનું વિતરણ કરાયું હતું. ડીસા શહેરના હવાઈ પીલર ખાતે વસવાટ કરતા ગરીબ લોકો માટે દર વર્ષે વિવિધ સંગઠનો દ્વારા જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે ખાસ કરીને આજે પણ એવા અનેક લોકો છે કે જેઓ પોતાના પરિવારની જેમ દરેક તહેવારમાં અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બની તેમની સાથે ઉજવણી કરતા હોય છે ત્યારે આજે ડીસાના હવાઈ પિલ્લર ખાતે પણ રાજપૂત રાષ્ટ્રીય કરણીસેના ડીસા શહેર મંડળ દ્વારા આજે જરૂરિયાતમંદ બાળકોને બિસ્કીટ ફળ, પતંગ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાના બાળકો પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ડીસા શહેર મંડળ દ્વારા આપવામાં આવેલી વસ્તુઓ ને જોઈ તેમના ચહેરા પર એક ખુશી જોવા મળી હતી જે વાત રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ડીસા શહેર મંડળ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પણ મુલાકાત લેવામાં આવી હતી જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા તમામ લોકોને ફળ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News