ડીસાના સરદાર બાગ ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નિમિત્તે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમને ફૂલહાર પહેરાવી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-01 12:55:56
  • Views : 197
  • Modified Date : 2021-11-01 12:55:56

 

ડીસાના સરદાર બાગ ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નિમિત્તે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમને ફૂલહાર પહેરાવી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ના રોજ થયો હતો. ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. જે અંતર્ગત આજે ડીસાના સરદાર બાગ ખાતે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યૂ પર સુતર ની આટી તેમજ ફુલહાર પહેરાવી કોંગ્રેસના પ્રકાશભાઈ ભરતીયા, અશ્વિનભાઈ પરમાર, મુકેશભાઈ સોલંકી સહિત અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ તુંમ અમર રહોના નારા સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે ડીસા શહેરમાં ટીવી સંગઠનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ના જન્મદિવસે તેમને ફૂલહાર પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News