આજે બલિદાન દિવસના ભાગરૂપે પાટણમાં હિંદુ મહાસભાના અધ્યક્ષ ડો શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-24 13:00:03
  • Views : 250
  • Modified Date : 2021-06-24 13:00:03

     ૨૩મી જુને સમગ્ર ભારતભરમાં બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.હિંદુ મહાસભાના અધ્યક્ષ ડો શ્યામાપ્રસાદ મુખરજીએ "એક દેશ મેં દો-નિશાન,દો-વિધાન,દો-પ્રધાન નહિ ચલેંગે" ના નારા થકી દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા.ત્યારે ડો.શયામાપ્રસાદ મુખર્જીએ ૨૩મી જુને પોતાનું બલિદાન આપ્યું હતું.જેને લઇને આજરોજ 23મી જૂને પાટણ શહેરના આનંદ સરોવર ખાતે ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.અને ત્યારબાદ આનંદ સરોવર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના સદસ્યો તેમજ પ્રમુખ સહિતના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડો શ્યામા પ્રસાદ મુખર્જીની બલિદાન ની ભાવનાને યાદ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News