આજરોજ ડીસા પાટણ હાઈવે પર આવેલ ખરડોસણ પાટીયા પાસે દૂધ ભરેલા વાહન વચ્ચે નીલ ગાય આવી જતાં અકસ્માત સર્જાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-21 11:54:42
  • Views : 565
  • Modified Date : 2021-10-21 11:54:42

ડીસા તાલુકાના ખરડોસણ પાટીયા પાસે આજે નીલ ગાય દૂધ ભરેલા વાહનો વચ્ચે આવતા અકસ્માત સર્જાયો હતો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વારંવાર રાત્રિના સમયે અને દિવસે વાહનો વચ્ચે પશુ આવી જતા અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે આવા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાની મહામૂલી જિંદગી પણ ગુમાવી છે ત્યારે આવો જ એક વધુ અકસ્માત આજે ડીસા તાલુકાના ખરડોસણ પાટિયા નજીક બનવા પામ્યો હતો જાદુઈ ભરેલ વાહન ડીસા તરફથી પાટણ જઈ રહ્યું હતું તે સમયે ખરડોસણ પાટિયા નજીક અચાનક ગાડી વચ્ચે નીલ ગાય આવી જતાં દૂધ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં ઝાડ સાથે ટકરાઇ હતું આ અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા પરંતુ સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી

Download Our B K News Today App



Related News