આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા દ્વારા સુરત પોલીસ દ્વારા જે સામાન્ય વિદ્યાર્થી અને વિધાર્થી પરિષદના કાર્યકર્તાઓ પર દમન અને અંધાધુન માર મારવામાં આવ્યો છે એ ઘટના ના વિરોધમાં બનાસકાંઠા કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-13 12:23:31
  • Views : 204
  • Modified Date : 2021-10-13 12:23:31

સુરત ખાતે પોલીસ દ્વારા ગરબામાં વિદ્યાર્થીઓને માર મારતા મામલો ઉગ્ર બન્યો છે.ત્યારે સુરતના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને પોલીસ સામે કાર્યવાહી થાય તે માટે બનાસકાંઠા એબીવીપી નક વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.સુરત ખાતે આવેલ યુનિવર્સિટીના કેમ્પસમાં એબીવીપીના વિધાર્થીઓએ સોમવારે ગરબાનું આયોજન કર્યું હતું.જેમાં પોલીસ ત્રાટકી હતી.જેમાં નવરાત્રીમાં ગરબાના આયોજન સમયે પોલીસે ૫૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ હોવાથી ગરબા બંધ કરાવતા મામલો ઉગ્ર બન્યો હતો પોલીસે વિદ્યાર્થીઓને ઘસડી ઘસડીને માર્યા હતા ત્રણથી ચાર વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશને લઇ જવાતા વિદ્યાર્થીઓના ટોળાએ ત્યાં જઈ હોબાળો મચાવ્યો હતો એટલું નહીં પીઆઇની ચેમ્બરની બહાર સૂત્રોચ્ચાર કરતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને ટોળાને વિખેર્યા હતા કુલ ત્રણ કલાકથી વધુ બબાલ ચાલી હતી પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાની વાત એક વિદ્યાર્થીનીએ કરી હતી વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટીના અધિકારીએ નામ આપવાની શરતે કહ્યું કે પોલીસે માસ્ક મુદ્દે વિરોધ ઉઠાવ્યો હતો જોકે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવીએ કોલ કરતા મોડી રાત્રે વિદ્યાર્થીઓને છોડી મુકાયા હતા ઉમરા પીઆઈએ હાથ જોડવા પડ્યા હતા પોલીસ સામે જેસીબીને તપાસ સોંપાઈ છે. સમગ્ર ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં એબીવીપી ના વિદ્યાર્થીઓ દ્વારા અધિકારીઓને ન્યાય માટે આવેદન આપવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા દ્વારા   સુરત પોલીસ દ્વારા જે સામાન્ય વિદ્યાર્થી અને વિધાર્થી પરિષદના કાર્યકર્તાઓ પર દમન અને અંધાધુન માર મારવામાં આવ્યો છે ઘટના ના વિરોધમાં બનાસકાંઠા કલેકટર આનંદ પટેલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે રજુવાત કરાઈ હતી.

 

Download Our B K News Today App



Related News