દેશમાં ફરી એકવાર ચાર મહિનાથી વધુ સમય ગાળા બાદ આજે પેટ્રોલ-ડીઝલના 9 દિવસમાં આઠમી વખત વધારો થતાં વાહનચાલકોમાં નારાજગી જોવા મળી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-01 11:23:59
  • Views : 186
  • Modified Date : 2022-04-01 11:23:59

એક તરફ દિવસેને દિવસે તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો થઈ રહ્યો છે જેના કારણે તેની સીધી અસર સૌથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર જોવા મળી રહી છે..આજે એક તરફ સમગ્ર દેશમાં રોજગારીના પ્રશ્નો મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે તો બીજી તરફ સતત જીવન જરૂરિયાત વસ્તુઓમાં ભાવ વધારો થતાં તેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે ત્યારે આજે 9 દિવસમાં દેશભરમાં આઠમી વખત વધારો પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ઝીંકી દેતા ફરી એકવાર લોકોમાં નારાજગી જોવા મળી રહી છે આ અંગે લોકો જણાવી રહ્યાં છે કે એક તરફ મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે તેની સામે રોજગારીના પ્રશ્નો પણ સૌથી વધુ સામે આવી રહ્યા છે ત્યારે આવા સમયે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થતાં વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે..

આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 101 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 98.27 રૂપિયા થઇ ગયા છે.. પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારાને લઇ વિદ્યાર્થીઓ પણ ભારે મૂંઝવણમાં મુકાયા છે.. એક તરફ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ડીસા તાલુકામાં પેટ્રોલ ડિઝલની અછતના કારણે કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપ બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે..

Download Our B K News Today App



Related News