10 દિવસના નકોરડા ઉપવાસ બાદ આજે વ્રતધારી મહિલાઓએ દશામાંના વ્રત ઉજવણી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-19 12:36:39
  • Views : 335
  • Modified Date : 2021-08-19 12:36:39

     બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા મા દશામાના વ્રતની ભક્તિભાવપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી. મા દશામાનું વ્રત લેનાર બહેનોએ માતાજીની દસ - દસ દિવસ સુધી સ્તૃતિ, પૂજા અર્ચના ઉપવાસ રાખીને છેલ્લા દિવસે રાત્રિનું જાગરણ કર્યા બાદ આજે વહેલી સવારે વાજતે ગાજતે મા દશામાની પ્રતિમાઓનું નદી, તળાવો અને કેનાલમાં વિસર્જન કર્યું હતું. દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . વ્રત કથા ની વાત કરીએ તો વ્રત કરનાર મહિલાઓ પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળે છે  દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરે છે જયારે દસમે દિવસે સાંઢણીને નદીમાં પધરાવી વિસર્જન કરે છે  અને  ભ્રામણ ને યથાશક્તિ દક્ષિણા આપે છે  ભક્તિભાવ પૂરવ્ક દશામાનું વ્રત કરનારની સુખ્-શાંતિ અને સમૃદ્ધિ જણવાઈ રહે છે. 10 દિવસ બાદ આજે વ્રતધારી મહિલાઓ અને યુવતીઓ દશામાં ની સાંઢણી નદીમાં પધરાવવા માટે આવી હતી જો કે વરસાદ નહિવત હોવાથી નદીમાં પાણી ના હોવાથી બોર દ્વારા પાણી છોડી તેમાં દશામાં ની સાંઢણી પધરાવી હતી..વ્રતધારી મહિલાઓની ભારે ભીડ ના કારણે આજે વહેલી સવારે નદીમાં ભક્તિમય માહોલ જામી ગયો હતો.

Download Our B K News Today App



Related News