આજે શહેરમાં 851 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, વસ્ત્રાપુર લેકમાં ફરીથી બોટિંગ કરવા થઇ જાવ તૈયાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-19 14:55:28
  • Views : 360
  • Modified Date : 2019-09-19 14:55:28

અમદાવાદ શહેરની હરણફાળ વિકાસયાત્રામાં ઓર આગેકૂચના ભાગરૂપે આજે ગુરુવારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂપિયા 851 કરોડના વિકાસ કામોના લોકાર્પણ સાથે વિવિધ કામોના ખાતમુહૂર્તના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એ સાથે દસ ફૂટ ઊંડા પાણીથી છલોછલ ભરાયેલા વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદાના નવા નીરનાં વધામણાં અને મહાઆરતીનો કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીના સાંનિધ્યમાં યોજવામાં આવ્યો છે.મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ અખબારી પરિષદમાં એમ જણાવ્યું કે, મ્યુનિ. એન. એચ. એલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિર્દ્યાથિનીઓ માટે એસ. વી. પી. હોસ્પિટલ સંકુલમાં બાંધવામાં આવેલી નવ માળની ગર્લ્સ હોસ્ટેલનું મુખ્યમંત્રી રૂપાણી લોકાર્પણ કરશે. રૂપિયા 23.50 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી આ હોસ્ટેલમાં બીજા માળથી નવમા માળ સુધી પ્રત્યેક ફ્લોર પર 26 રૃમ સાથે કુલ 208 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.પ્રથમ માળે રીડિંગરૂમ, લાઇબ્રેરી, કિચન, વિઝિટર રૂમ, ડાઇનિંગ રૂમ અને વેઇટિંગ રૂમ રાખવામાં આવ્યા છે. જ્યારે હેન્ડપિક વેસ્ટ મશીન, રોડ, સ્વીપિંગ મશીન અને 101 સ્પોટ ટુ ડમ્પ ગાડીઓને મુખ્યમંત્રી ફ્લેગ ઓફ કરશે, શહેરમાં આવેલા વિવિધ સ્પોટ પરનો કચરો ટ્રોલીમાં લઈ જવામાં આવતો હતો, હવેથી બંધ ગાડીની 2 મેટ્રિક ટન કેપેસિટી ધરાવતી સ્પોટ ટુ ડમ્પ ગાડીઓનો ઉપયોગ કરીને એકઠા થયેલા કચરાને સ્પોટ પરથી સીધો જ આરટીએસ સુધી ટ્રાન્સપોર્ટેશન કરી આખરી નિકાલ કરવામાં આવશે.તેમણે ઉમેર્યું કે, શહેરના ફૂટપાથ, રસ્તા, ડિવાઇડર સહિતની જગ્યાઓમાં ખુલ્લા રહેલા લિટરિંગને ઉપાડવા રૂપિયા 50.44 લાખના ખર્ચે ગ્રીન ટેક્નોલોજીયુક્ત બેટરી ઓપરેટેડ લિટપીકર મશીનનો ઉપયોગ કરવામાં આવશે, આ મશીન પ્લાસ્ટિક, કાગળ, પેટ બોટલ જેવા લિટરિંગને સરળતાથી ઉપાડી શકશે.કમિશનરે જણાવ્યુ કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી, ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ઉત્તર, પશ્ચિમ ઝોન તથા પૂર્વ ઝોનમાં રૂપિયા 124.33 કરોડના ખર્ચે કુલ 2,482 આવાસોનું નિર્માણ કરવામા આવ્યું છે. જેનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. એમાં નવા તૈયાર કરવામાં આવનારા 8,275 આવાસોનું મુખ્યમંત્રી ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ ખાતે સાંજે સાડા છ વાગ્યે નર્મદાના નવા નીરનાં વધામણાં કરી મુખ્યમંત્રી મહાઆરતી પણ કરશે. જેમાં મેયર, ધારાસભ્યો, સાંસદો જોડાશે.

પ્રથમ માળે રીડિંગરૂમ, લાઇબ્રેરી, કિચન, વિઝિટર રૂમ, ડાઇનિંગ રૂમ અને વેઇટિંગ રૂમ રાખવામાં આવ્યા છે. જ્યારે હેન્ડપિક વેસ્ટ મશીન, રોડ, સ્વીપિંગ મશીન અને 101 સ્પોટ ટુ ડમ્પ ગાડીઓને મુખ્યમંત્રી ફ્લેગ ઓફ કરશે, શહેરમાં આવેલા વિવિધ સ્પોટ પરનો કચરો ટ્રોલીમાં લઈ જવામાં આવતો હતો, હવેથી બંધ ગાડીની 2 મેટ્રિક ટન કેપેસિટી ધરાવતી સ્પોટ ટુ ડમ્પ ગાડીઓનો ઉપયોગ કરીને એકઠા થયેલા કચરાને સ્પોટ પરથી સીધો જ આરટીએસ સુધી ટ્રાન્સપોર્ટેશન કરી આખરી નિકાલ કરવામાં આવશે.તેમણે ઉમેર્યું કે, શહેરના ફૂટપાથ, રસ્તા, ડિવાઇડર સહિતની જગ્યાઓમાં ખુલ્લા રહેલા લિટરિંગને ઉપાડવા રૂપિયા 50.44 લાખના ખર્ચે ગ્રીન ટેક્નોલોજીયુક્ત બેટરી ઓપરેટેડ લિટપીકર મશીનનો ઉપયોગ કરવામાં આવશે, આ મશીન પ્લાસ્ટિક, કાગળ, પેટ બોટલ જેવા લિટરિંગને સરળતાથી ઉપાડી શકશે.કમિશનરે જણાવ્યુ કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી, ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ઉત્તર, પશ્ચિમ ઝોન તથા પૂર્વ ઝોનમાં રૂપિયા 124.33 કરોડના ખર્ચે કુલ 2,482 આવાસોનું નિર્માણ કરવામા આવ્યું છે. જેનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. એમાં નવા તૈયાર કરવામાં આવનારા 8,275 આવાસોનું મુખ્યમંત્રી ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ ખાતે સાંજે સાડા છ વાગ્યે નર્મદાના નવા નીરનાં વધામણાં કરી મુખ્યમંત્રી મહાઆરતી પણ કરશે. જેમાં મેયર, ધારાસભ્યો, સાંસદો જોડાશે.

Download Our B K News Today App



Related News