શરીર માટે હાનિકારક તમાકુ ખેડૂતો માટે બની રહ્યું છે આર્થિક ફાયદાકારક : જુઓ અમારો વિશેષ અહેવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-07 11:09:24
  • Views : 215
  • Modified Date : 2022-04-07 11:09:24

  બનાસકાંઠા જીલ્લામાં શિયાળુ વાવેતરમાં બટાટા બાદ તમાકુનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે.. આ વર્ષે તમાકુનું ઉત્પાદન વધવાની સાથે સાથે ભાવો સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે..

તમાકુ હાનિકારક છે... આ ચેતવણી તમાકુનું સેવન કરતાં હોય તેના માટે હોય છે.. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે તમાકુ હાનિકારક નહીં પરંતુ આર્થિક ફાયદાકારક છે.. બનાસકાંઠા જીલ્લામાં શિયાળુ વાવેતર તરીકે બટાટા બાદ સહુથી વધુ વાવેતર ખેડૂતો તમાકુનું વાવેતર કરતાં હોય છે.. આ વર્ષની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જીલ્લામાં તમાકુનું વાવેતર ઓછું થયું હતું.. ઓછા વાવેતર બાદ પણ ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે.. અને ભાવો પણ ગત વર્ષની સરખામણીએ સારા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.. બનાસકાંઠા જિલ્લાના માર્કેટમાં ગત વર્ષે સાત લાખ બોરી તમાકુની આવક નોંધાઈ હતી.. જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો તમાકુની આવક શરૂ થયાના પ્રથમ દિવસે જ ૬૦,૦૦૦ બોરીની આવક નોંધાઈ છે.. એટ્લે કે કહી શકાય કે આ વર્ષે ડીસામાં તમાકુની આવક પણ ગત વર્ષની સરખામણી વધારે થશે તેવો અંદાજ જોવા મળી રહ્યો હોવાનું ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી જણાવી રહ્યા છે..

 

તમાકુ સ્વાસ્થય માટે હાનિકારક છે.. અને તમકોનો વપરાશ નશીલા પદાર્થો બનાવવા માટે થતો હોવાની લોકોમાં માન્યતા છે.. પરંતુ તમાકુનો મોટાભાગનો ઉપયોગ દવાઓ બનાવવા અને જંતુનાશક દવા બનાવવા થતો હોવાનું બજાર સમિતિના સેક્રેટરી જણાવી રહ્યા છે.. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં તમાકુનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાના લીધે તમાકુની માંગમાં વધારો જોવા મળતો હોય છે..

 

આ વર્ષે તમાકુનું બનાસકાંઠા જીલ્લામાં ઉત્પાદન દર વર્ષ કરતાં ઓછું થયું હતું.. પરંતુ સારા હવામાનને પગલે તમાકુનું ઉત્પાદન વધારે નોંધાયું છે.. તો બીજી તરફ તમાકુના ભાવો પણ સારા મળી રહ્યા છે.. જેને પગલે તમાકુની ખેતી કરતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે..

 

લોકોના સ્વાસ્થયને ગંભીર નુકશાન પહોંચાડતું તમાકુ અત્યારે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો મોટો આર્થિક ફાયદો આપી રહ્યો છે.. એટ્લે કે કહી શકાય કે હાનિકારક તમાકુ અત્યારે ખેડૂતોને આર્થિક બુસ્ટર ડોઝ આપી રહ્યું છે.

Download Our B K News Today App



Related News