બનાસકાંઠા જિલ્લાને લીલોછમ-હરીયાળો બનાવવા દર વર્ષે : એક કરોડ જેટલાં વૃક્ષો વાવવાનો બનાસ ડેરીનો નિર્ધાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-20 11:46:50
  • Views : 289
  • Modified Date : 2021-08-20 11:46:50

     અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે રીંછ અભ્યારણ તરીકે જાણીતો જેસોર પર્વત તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે. જેસોર પર્વત વૃક્ષોથી ઘટાદાર બને તે માટે સીડ બોલ પ્લારન્ટીંગ અભિયાનનો બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાને લીલોછમ્મ-હરિયાળો બનાવવા માટે દર વર્ષે ૧ કરોડ જેટલાં વૃક્ષો વાવવાનો બનાસ ડેરીએ નિર્ધાર કર્યો છે. જેસોર પર્વત પર બનાસ ડેરી દ્વારા વન વિભાગના સહયોગથી બે લાખ જેટલાં સીડ બોલનું વાવેતર કરવામાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગની ટેકનીક વડે ફળદ્રુપ માટી અને છાણમાં બીજ મુકી સીડ બોલ બનાવી અલગ અલગ જગ્યાએ મુકવામાં આવે છે અને વરસાદ આવે ત્યારે તે સીડ બોલમાંથી વૃક્ષ આકાર પામે છે અને હરીયાળી પથરાય છે. ચેરમેને કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં લોકોને ઓક્સિજન-પ્રાણવાયુની કિંમત સમજાઇ છે. હવે લોકોમાં વૃક્ષ ઉછેર અંગે ખુબ સારી જાગૃતિ પણ આવી છે. ગામડાઓ અને શહેરમાં ઘણાં લોકો વૃક્ષ ઉછેર પ્રવૃત્તિ તરફ વળ્યા છે અને સહયોગ આપી રહ્યાં છે.  પ્રકૃતિનું જતન અને રક્ષણ કરવું એ સૌ નાગરિકોની સહીયારી જવાબદારી છે. એ જવાબદારીને સારી રીતે સમજીને બનાસકાંઠાના દરેક પર્વતને હરિયાળો બનાવવા બનાસ ડેરીએ સંકલ્પ લીધો છે.  જેસોર પર્વતને વધુ હરિયાળો બનાવવા આજે બનાસ ડેરી સાથે સંકળાયેલી પર્વત આજુબાજુની ૨૦ દૂધ મંડળીઓના પશુપાલકો, ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓની ૧૬ અલગ અલગ ટીમો બનાવી ૬૦૦ જેટલાં પ્રકૃતિ પ્રેમીઓ સીડ બોલ પ્લાઅન્ટેશન અભિયાનમાં જાેડાયા છે. જેમાં ૨ લાખ જેટલાં સીડ બોલ તૈયાર કરી નાખવામાં આવ્યા છે. ચેરમેને કહ્યું કે, હાલમાં પાણીના તળ ઉંળા જઇ રહ્યા છે ત્યારે ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવા અને વરસાદ લાવવા માટે વૃક્ષોનું વાવેતર કરી હરિયાળી વધારવી જરૂરી છે. જળ સંકટના નિવારણ અને વરસાદ લાવવા માટે વૃક્ષો વાવવા ખુબ જ જરૂરી છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ અભિયાનમાં બનાસ ડેરીના વાઇસ ચેરમેન  ભાવાભાઇ રબારી, બનાસ ડેરીના ડિરેક્ટરો, બનાસ ડેરીના એમ.ડી. સંગ્રામસિંહ ચૌધરી, પ્રકૃતિ પ્રેમી સ્વરૂપાભાઇ જાેરાભાઇ રબારી, અમીરગઢ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગરભાઇ મોદી, અગ્રણીઓ ભરતભાઇ

પરમાર,  વિજયભાઇ ચક્રવર્તી સહિત બનાસ ડેરી અને વન વિભાગના કર્મચારીઓ, દૂધ મંડળીના સભ્યો, પશુપાલકો અને સારી સંખ્યામાં સ્થાનિક પ્રકૃતિ પ્રેમીઓ જાેડાયા હતાં.

 

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોમાં બહેનને આંબાનું વૃક્ષ ભેટમાં આપીએ

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે હાલ શ્રાવણ મહિનાનાં પવિત્ર માસમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યાં છે. આ તહેવારોમાં બહેન ભાઇના ઘેર રાખડી બાંધવા આવે અથવા તો જન્માષ્ટમીમાં કાનુડો રમવા આવે ત્યારે ભાઇ તરફથી બહેનને કંઇક ભેટ આપવામાં આવતી હોય છે. આ ભેટની સાથે આ વર્ષે બહેનને આંબાનું વૃક્ષ પણ ભેટમાં આપવામાં આવે, એ આંબાના વૃક્ષને બહેન પોતાના સાસરીમાં જઇ વાવશે અને તેના પિયરની યાદ સમા આ વૃક્ષનું જતન કરી તેનો દિલથી ઉછેર પણ કરશે.

 

વરસાદ પડવાથી સીડ બોલમાંથી બીજના અંકુર ફુટશે

બનાસ ડેરી દ્વારા જેસોર પર્વત પર સીડ બોલ પ્લાન્ટેશન કરી બે લાખ વૃક્ષ બીજનું વાવેતર કરવામાં આવ્યું છે. માટી અને છાણમાંથી બનાવેલા આ સીડ બોલમાં સીતાફળ, બોર, ખેર, કણજા, ખાખરા, કુમટા, ગોરસ આમલી, ગરમાળો અને ગુંદા જેવા ફળાઉ તેમજ જંગલી વૃક્ષોના બીજ મૂકીને તેને અલગ અલગ જગ્યાએ પ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લીમડાના બીજ (લીંબોળી)ને પણ અલગ અલગ જગ્યાએ રોપવામાં આવ્યા છે. જે વરસાદ પડવાથી આ સીડ બોલમાંથી બીજના અંકુર ફુટશે અને વૃક્ષ બનશે.

Download Our B K News Today App



Related News