કોરોના ટ્રાયલ વૅક્સિનના વોલન્ટિયર બનવા માટે 7 પાનાનું ફોર્મ જરૂરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-26 14:48:05
  • Views : 292
  • Modified Date : 2020-11-26 14:48:05

અમદાવાદની સોલા સિવિલ ખાતે આજથી કોરોનાની વૅક્સિન માટેની ટ્રાયલ શરુ કરી દેવામાં આવી છે. જેના માટે અનેક વોલન્ટિયર ટ્રાયલ માટે સોલા સિવિલમાં પહોંચી રહ્યાં છે. કોઈ સમાજની ફરજ માટે તો કોઈ એકબીજાના રેફરન્સથી ટ્રાયલ માટે હોસ્પિટલમાં આવી રહ્યાં છે. સ્ટુડન્ટ્સ, બિઝનેસમેન અને મહિલાઓ પણ આ કાર્યમાં સામે ચાલીને સમાજની એક ફરજ રૂપે જોડાઈ ગઈ છે. ત્યારે કોરોનાની વૅક્સિનના ટ્રાયલ માટે આવેલા વોલન્ટિયરને એક ફોર્મ ભરવાનું રહેશે અને તેની પર સહી કર્યા બાદ જ વૅક્સિનની ટ્રાયલ આપવામાં આવશે.


7 પાનનાં ફોર્મમાં વોલન્ટિયરે આ વિગતો જાણવી જરૂરી છે.


1. વોલન્ટિયરે વૅક્સિન ટ્રાયલ માટે 12 મહિના સુધી ભાગ લેવાનો રહેશે


2.અભ્યાસ દરમિયાન વોલન્ટિયર અન્ય કોઈ ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ નહીં થઈ શકે


3.ટ્રાયલ દરમિયાન ક્લિનિકલ તપાસ માટે ટેલિફોનિક સંપર્ક દ્વારા અને ક્લિનિકલ મુલાકાત દ્વારા ઉપલબ્ધ રહેવું પડશે


4.વોલન્ટિયરે ટ્રાયલ પ્રક્રિયાના ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ માટે સંમતિ આપવી પડશે.


5.વૅક્સિનન ટ્રાયલના સમયગાળા દરમિયાન લક્ષણોની દૈનિક નોંધ રાખવા માટે વોલન્ટિયરે સંમત થવું પડશે


6.ટ્રાયલ દરમિયાન જો કોઈ વોલન્ટિયરને કોઈપણ પ્રકારની ઈજા થાય તો તેના માટે પ્રાયોજક વળતર ચૂકવશે


7.વૅક્સિન ટ્રાયલ માટે આવતા વોલન્ટિયરની માહિતી ગુપ્ત રાખવામાં આવશે


વોલન્ટિયરના નામ અથવા અન્ય વસ્તુઓની જગ્યાએ એક નંબરનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી વોલન્ટિયર તથા તેનો પરિવાર રેકોર્ડ પર ઓળખાઈ શકે.

Download Our B K News Today App



Related News