કોરોના રસીકરણ ન અટકે તે માટે કેન્દ્રએ રસી બનાવતી કંપનીઓને 2 મહિનાનું 100 ટકા એડવાન્સ આપ્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-20 11:55:14
  • Views : 285
  • Modified Date : 2021-04-20 11:55:14

    સોમવારે કેન્દ્ર સરકારે 1 મેથી દેશમાં 18 વર્ષથી ઉપરના લોકોને રસી લગાવવાનો નિર્ણય લીધો છે. તેવામાં રસીની માંગ હજું વધારે વધશે. દુનિયાના સૌથી મોટા રસીકરણમાં અડચણ ન આવે તે માટે કેન્દ્ર સરકારે ભારતમાં રસી બનાવનારી કંપનીઓ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને 2 મહિનાના 100 ટકા એડવાન્સ પૈસા આપ્યા છે. સમાચારો મુજબ કેન્દ્ર સરકારે બન્ને કંપનીઓના કુલ 4 હજાર 500 કરોડ રુપિયાની ચુકવણી કરવામાં આવી છે


    કોવિશિલ્ડનું ઉત્પાદન કરનારી સીરમ ઈસ્ટીટ્યૂટ માટે 3 હજાર કરોડ અને કોવેક્સિનનું ઉત્પાદન કરનારી ભારત બાયોટેક માટે 1500 કરોડ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે કેન્દ્રએ ભારત બાયોટેકની બેંગલુરુ ફેસિલિટી માટે 65 કરોડની રકમની મંજૂરી આપવામાં આવી હતી. નાણા મંત્રાલયના સૂત્રોએ સોમવારે  પાતે આ માહિતી એક ચેનલને આપી હતી. એવા અનેક રિપોર્ટ આવ્યા જેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે કાચા માલની ખરીદી, કર્મચારીઓની ચૂકવણી અને રસી બનાવવા તથા તેના વિતરણ સહિત તમામ વસ્તુઓ માટે સીરમ અને ભારત બાયોટેકને પૈસાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.


    જો કે અઠવાડિયામાં રાજ્યોમાં રસીના સ્ટોક ઘટવાના કારણે ચિંતામાં વધારો થયો છે. આજે સવારે પંજાબમાં 3 દિવસનો સ્ટોક છે. તો આંધ્ર પ્રદેશમાં રસીનો સ્ટોક પુરો થઈ ગયો છે. ત્યારે મહારાષ્ટ્રમાં રસીની અછતને લીધે 100 રસીકરણ કેન્દ્રો બંધ પડયા છે. આ મહિનાની શરુઆતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ એક ચેનલને જણાવ્યું હતું કે પુણેના પ્લાન્ટમાં પ્રોડક્શન કેપિસિટી બહું ઓછી છે. તેમને જૂન સુધીના ઉત્પાદન માટે લગભગ 3 મહિના હજું લગભગ 3 હજાર કરોડ રુપિયાની જરુર છે.

.

     

Download Our B K News Today App



Related News