શિરવાડા ખાતે ચંડીયજ્ઞ બાદ બાળકોને તિથી ભોજન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 12:17:16
  • Views : 412
  • Modified Date : 2019-04-30 12:17:16

કાંકરેજ તાલુકાના શિરવાડા ગામમાં ગઈ કાલ  તા.૨૯-૦૪-૨૦૧૯ ને સોમવારના રોજ જોષી કરશનભાઇ શંકરભાઇ સરપંચના ઘેર મેલડી માતાજીનો ચંડીયજ્ઞ કરી પ્રાથમિક શાળાના બાળકોને તિથી ભોજન આપવામાં આવ્યુ. ચંડી યજ્ઞના આચાર્ય જોષી બાબુભાઇ મગનભાઇ શાસ્ત્રી, શાસ્ત્રી જયંતિભાઇ લખીરામભાઇ દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞના યજમાનપદે જોષી ગૌતમભાઇ કરશનભાઇ પરિવાર યજમાન પદે રહ્યા હતા. યજ્ઞ બાદ સમસ્ત પરીવાર દ્વારા ભોજનપ્રસાદનુ આયોજન કરાયુ હતું. ભોજનપ્રસાદ તેમજ માતાજીના દર્શન કરી ધન્યતાં અનુભવી હતી. યજ્ઞમાં સમસ્ત પરીવાર હાજર રહ્યો હતો. તિથીભોજન આપવા બદલ શિરવાડા પે.કે.શાળા પરિવાર વતી સન્માનપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.પરિવારે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Download Our B K News Today App



Related News