5 મહિનામાં તિરુપતિને 140 કરોડ રૂપિયા કેશ, 524 કિલો સોનું અને 3000 કિલો ચાંદી મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-08 14:39:19
  • Views : 813
  • Modified Date : 2019-09-08 14:39:19

આ વર્ષના 5 મહિનાઓ નાણાકીય દ્રષ્ટિએ દેશ માટે મુશ્કેલીજનક રહ્યાં હતા. GDP ગ્રોથ રેટ 5 % પર આવી ગયો છે અને એક અઘોષિત આર્થિક મંદી શરૂ થઈ ગઈ છે. જેની વિપરીત ભારતના સૌથી અમીર મંદિરોમાં અવ્વલ તિરુપતિ મંદિરમાં દાનનો આંકડો રેકોર્ડ તોડી રહ્યો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે 5 મહિનાઓમાં મંદિરને જે દાન મળ્યું છે. તે અત્યાર સુધીનું સૌથી વધું છે. મંદિરમાં કેશ અને હુંડીમાં 140 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સિવાય સોનું અને ચાંદી પણ છેલ્લા વર્ષોની તુલનામાં બેથી ત્રણ ગણી મળી હતી.તિરુમાલા તિરુપતિ દેવસ્થામ્ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઓફિસર અને આઈએએસ અધિકારી અનિલ કુમાર સિંઘલના જણાવ્યા પ્રમાણે, 2018માં એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે 113.96 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આ સાથે 344 કિલો સોનું અને 1128 કિલો ચાંદી પણ મળ્યું હતું. 2019માં આ આંકડો આશ્વર્યજનક રીતે વધી ગયો હતો. જેમાં 140 કરોડ રૂપિયા રોકડ અને શ્રીહુંડીથી મળ્યા હતા. સાથે 524 કિલો સોનું અને ચાંદી 3098 કિલો મળ્યું હતું. જે પ્રકારે દાનના આંકડામાં ઉછાળો આવ્યો , જેથી એવું કહેવું ખોટું નહીં હોય કે દાનના મામલામાં આ વખતે પણ શ્રી તિરુપતિ દેવસ્થામ્ ભારતમાં પહેલા નંભર પર રહેશે.

તિરુપતિને ગુનાથી મુક્ત બનાવવું પણ પ્રાથમિકતાઓમાં સામેલઃ સિંઘલના જણાવ્યા પ્રમાણે, મંદિર ટ્રસ્ટ આ અંગે ઘણો ઉત્સાહિત છે કે મંદિરમાં લોકોની આસ્થા સતત વધી રહી છે. દાનની રકમમાં જે વધારો થયો છે, તે ચોંકાવનારો છે. મંદિરની ગરિમા માટે હવે તિરુપતિ શહેરને ક્રાઈમ ફ્રી બનાવવું પણ ટ્રસ્ટની પ્રાથમિકતાઓમાં સામેલ છે. જેના માટે દરેક સ્તરે પ્રયાસો કરાઈ રહ્યા છે. મંદિરને મળેલી દાનની રકમથી ઘણા પ્રકારે સારા કામો કરવામાં આવી રહ્યાં છે. જેમાં દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, અન્નદાન અને મંદિર માટે વિકાસ જેવા કામ સામેલ છે. ઘણી સામાજિક સરોકારોમાં પણ ટ્રસ્ટ સામેલ છે.

ઈ-ઓક્શનમાં વેચ્યાં 17 હજાર કિલો વાળઃ મંદિરના ટ્રસ્ટે 5 સપ્ટેમ્બરે 17,200 કિલો વાળની નિલામી કરી હતી. જેની કિંમત અંદાજે 7.62 કરોડ રૂપિયા છે. ગત ગુરુવારે ઈ-ઓક્શન દ્વારા આ વાળની નિલામી કરવામાં આવી હતી. જેમાં વિવિધ શ્રદ્ધાળુઓના વિવિધ પ્રકારના વાળોનું ક્લાસિફિકેશન સાથે નિલામ કરવામાં આવ્યું હતું.

બ્રહ્મોત્સવ 30 સપ્ટેમ્બરથીઃ મંદિરમાં યોજાનારો વાર્ષિક બ્રહ્મોત્સવ 30મી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ દરમિયાન મંદિરમાં ઘણા પ્રકારે વ્યવસ્થાઓ બદલવામાં આવશે. જેના મંડપ અને મંચ વગેરે માટે 7.5 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. જેનાથી એન્જિનીયરીંગ સાથે જોડાયેલા તમામ કામ પુરા કરવામાં આવશે. મંદિર પાસે અંદાજે 13 હજારથી વધુ ગાડીઓનું પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવશે. જેના માટે અંદાજે 1300 સીસીટીવી કેમરા લગાડવામાં આવ્યા છે. 1200 વિજિલેન્સ અધિકારી અને 4200 પોલીસકર્મી તેની વ્યવસ્થા સંભાળશે. સાથે જ 300 સીનિયપ પોલીસ અધિકારીઓને પણ તહેનાત કરવામાં આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે સવારે 8 વાગ્યાથી સાંજે 11 વાગ્યા સુધી જમવાની વ્યવસ્થા હશે.

Download Our B K News Today App



Related News