બ્લેકમેલિંગથી કંટાળીને પ્રેમીએ જ હત્યા કરીને લાશ ફેંકી દીધી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-26 14:18:53
  • Views : 368
  • Modified Date : 2025-04-26 14:18:53

કરજણ. કરજણ નગરના જૂના બજાર ઓવર બ્રિજ પાસે આવેલી વલીનગરીમાં રહેતી પરિણીતાની હત્યા કરવામાં આવીહતી. જે ગુનાની તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે, પરિણીતા  દ્વારા પ્રેમીને બ્લેકમેલ કરીને રૃપિયાની માંગણી કરવામાં આવતો હતો. પરિણીતાના ત્રાસથી કંટાળીને પ્રેમીએ જ તેની હત્યા કરી લાશ ફંકી દીધી હતી. કરજણ પોલીસે ગુનો ડિટેક્ટ કરી પ્રેમી અને તેના સાગરીતને બિહારથી ઝડપી પાડયા છે.

    કરજણ  જૂનાબજાર વિસ્તારમાં આવેલ વલીનગરીમાં ભાડાના મકાનમાં છેલ્લા ચારેક મહિનાથી મોહમ્મદઆરીફખાન ફતેહમોહમ્મદખાનખાન ( મૂળ રહે. નેવાદા મુસ્તરકાથાણા જઠવારા તા. લાલગંજ જી. પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ) પોતાની બીજી પત્ની અફસાનાબાનુ સાથે રહેવા આવ્યો હતો. મોહમ્મદ આરીફખાન રીગલ હોટલમાં ગેરેજમાં ટ્રક વાયરિંગનું કામ કરતો  હતો. ગત તા.૧૮ એપ્રિલેે તેની  પત્ની અફસાનાબાનુને મોઢાના ભાગે ઇજા પહોંચાડી  દુપટ્ટા વડે  ગળેાફાંસો આપી કરપીણ હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી હતી. જે ગુના અંગે  સ્થાનિક પોલીસ, એલસીબી તેમજ એસ.ઓ.જી. ની અલગ અલગ ટીમે ગુનાનો ભેદ ઉકેલવા તપાસ શરૃ કરી હતી. મહિલાના સંપર્ક કોની સાથે હતા. તેનો અભ્યાસ કરી શકમંદોને શોધી કાઢી એક ટીમ ઉત્તરપ્રદેશ તેમજ બિહાર રાજ્યમાં રવાના થઈ  હતી. પોલીસે  ત્રણ દિવસની ભારે જહેમત બાદ બે આરોપીઓને  ઝડપી લીધા હતા. આરોપીઓ   મેરાજઅલી મોઇનુદ્દીન અલી (રહે. મસ્જિદ પાસે ભદઉંના ઉતરસ તા. પટ્ટી જી. પ્રતાપગઢ, યુ.પી.) અને વિશાલ રાજનલાલ ગૌતમ (રહે. ચમાર બસ્તી ભદઉંના ઉતરસ તા. પટ્ટી જી. પ્રતાપગઢ , યુ.પી.)  ની પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, મરણ જનાર અફસાનાબાનુને આરોપી મેરાજ અલી સાથે બે વર્ષથી પ્રેમ સબંધ હતો. જે બાબતના પુરાવા મરણ જનાર પાસે હોવાથી તે  મેરાજઅલીને બ્લેકમેલ કરતી હતી કે, તારી પત્નીને આડા સંબંધની જાણ કરી દઇશ. આવી  ધમકી આપી અવાર-નવાર રૃપિયાની માંગણી કરતી હતી. તેનાથી કંટાળીને મેરાજઅલીએ હત્યા કરી હતી.

Download Our B K News Today App



Related News