કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવામાં આવ્યો તેની અસર આ વખતે ભાદરવી પૂનમના મેળામાં પણ જોવા મળી હતી. જોવો વિડિયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-11 14:00:14
  • Views : 516
  • Modified Date : 2019-09-11 14:00:14

હાલમાં જ નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા 370 અને 35a ની કલમ હટાવામાં આવી હતી. જે બાદ સમગ્ર દેશમાં એક અનેરી ખુશી વ્યાવી હતી. જે બાદ કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવામાં આવ્યો હતો. જેની અસર આ વખતે ભાદરવી પૂનમ ના મેળામાં પણ જોવા મળી હતી. આણંદથી એક યુવક ૧૦ થી ૧૫ ફૂટ ઊંચો ત્રિરંગો લઇને અંબાજી પગપાળા નીકળ્યો હતો. આ યુવકનું એવું કહેવું છે કે મોદી સરકારે કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવ્યો છે ત્યારે અમે આ વખતે આણંદ થી અંબાજી ગબબર ઉપર ત્રિરંગો લહેરાવી આ નિર્ણયને વધાવી લઈશું. આ યુવકને આણંદ થી અંબાજી પહોંચતા અંદાજીત 5 દિવસ થશે તેમજ તેમનો સંઘ સમગ્ર યાત્રા દમીયાન માં અંબાના નારા સાથે દેશ ભક્તિના નારા પણ લગાવશે.તે ઉપરાંત આ વખતના મેળા માં યાત્રાળુઓ ના સેવામાં માટે થતા કૅમ્પમાં પણ ઠેર ઠેર દેશ ભક્તિની મિસાલ જોવા મળી હતી . જે ખરેખર એક ગર્વપૂર્ણ બાબત સૌ કોઈ માટે છે.

Download Our B K News Today App



Related News