પોલીસનો ચુસ્ત બંદોબસ્ત:અગ્નિપથનો વિરોધ: જિલ્લામાં બંધને લઈ પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-20 11:56:30
  • Views : 226
  • Modified Date : 2022-06-20 11:56:30

 

જિલ્લાના મહત્વના સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ભારતીય લશ્કરમાં અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. જ્યાં આજે સોમવારે કેટલાક સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠામાં બંધ કરાવવાની કોશિશ કરનારા તત્વો સામે પોલીસ એક્શનમાં રહેશે. જિલ્લાના મહત્ત્વના સ્થળોએ પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે તેમ જિલ્લા પોલીસ વડાઅધિકારીએ જણાવ્યું હતું. લશ્કરમાં અગ્નિપથ યોજનાને લઈને આજે કેટલાક સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જ્યાં બનાસકાંઠામાં બંધ કરવાની કરનારા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.

જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, કેટલાક કોચિંગ ક્લાસ વાળા યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અગ્નિપથએ રાષ્ટ્રની સેવા માટેનો મોકો છે. તેને કેરિયર તરીકે જોવાને બદલે આપણે રાષ્ટ્રીય સેવા તરીકે જોવું પડશે. જો ભરતી થયા પહેલાં જ આ પ્રકારના આંદોલનમાં જોડાશો તો એ સુરક્ષાથી ઊલટું કામ કર્યું ગણાશે.

દરમિયાન કેટલાક સંગઠનો દ્વારા આજે ભારતબંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠામાં કોઈપણ તત્વો દ્વારા શાળા-કોલેજ દુકાનો બંધ કરાવવામાં આવશે. બસ, રેલવે, ઓટો સહિતના વાહનો રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. આજે જીવન રાબેતા મુજબ ચાલુ રહેશે. મહત્ત્વના સ્થળોએ પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે.વ્રજ ગાડી, માઉન્ટેડ પોલીસ સહિત પોલીસ કર્મીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરાશે.

 

Download Our B K News Today App



Related News