જુનાડીસા પંથકમાં છુટાછવાયા તીડની આવરજવરથી ખેડૂતો ચિતિંત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-22 15:50:54
  • Views : 518
  • Modified Date : 2020-05-22 15:50:54

જુનાડીસા પંથકમાં છુટાછવાયા તીડની આવરજવરથી ખેડૂતો ચિતિંત


ડીસા તાલુકાના જુનાડીસા તેમજ આસપાસના વિસ્તારમાં છુટાછવાયા તીડ જોવા મળતાં ખેડૂતોમાં ભય ઉભો થયો છે. જો કે, જુનાડીસા સરપંચ દ્વારા ખેતીવાડી વિભાગને જાણ કરતાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જુલ્લાના સરહદી વાવ, સુઇગામ બાદ દિયોદરમાં તીડ જોવા મળ્યાં હતાં. જો કે, ગુરૂવારે ડીસા તાલુકાના જુનાડીસા તેમજ વિડી વિસ્તારના  ખેતરોમાં છુટાછવાયા તીડ જોવા મળ્યાં હતાં. તીડ અંગેની જાણ થતાં જ જુનાડીસાના સરપંચ બબાબાઇ ખટાણાએ ખેતીવાડી વિભાગને જાણ કરી હતી. આથી ખેતીવાડી વિભાગના અધિકારીઓએ તાત્કાલિક દોડી આવી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તીડની જાણ થતાં જ જુનાડીસાના સરપંચ બબાબાઇ ખટાણા, તલાટી ગિરીશભાઇ પટેલ, વિસ્તરણ અધિકારી સહિત ખેડૂતો  એકત્ર થયા હતાં. આ અંગે ખેતીવાડી અધિકારી પ્રકાશભાઇ પટેલે જણાવ્યું હતું કે, જુનાડીસાના વીડી વિસ્તારમાં કયાંક છુટાછવાયા તીડ જોવા મળ્યા હતા. સ્થાનિક ખેડૂતોએ જાણ કરતાં તુરંત જ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News