સરહદી વાવ પંથકમાં તીડનું આક્રમણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-01 10:31:42
  • Views : 726
  • Modified Date : 2019-07-01 10:31:42

અછતગ્રસ્ત બનાસકાંઠા જિલ્લામાં વાયુ વાવાઝોડાની આફત ટળ્યા બાદ હવે ખેડૂતોનાં દુશ્મન સમાન તીડનાં આક્રમણનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે વાવ તાલુકાનાં લોદ્રાણી ગામમાં તીડ મોટાં પ્રમાણમાં જોવા મળ્યાં છે.
પળવારમાં વાવેતરનો સત્યાનાશ વાળતા તીડનાં આક્રમણને રોકવા માટે તંત્ર એલર્ટ બન્યુ છે અને સરહદી વિસ્તારોમાં સર્વે હાથ ધરવાના કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજસ્થાનનાં જેશલમેરમાં પાકિસ્તાન તરફથી આવેલા તીડનું આક્રમણ જોવા મળ્યું છે અને આ તીડ બનાસકાંઠા જિલ્લામાં પણ ત્રાટકવાની આશંકા સેવાઈ રહી હોઈ સંભવિત તીડ સંકટને લઈ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અને મોડે મોડે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. તીડ આક્રમણ સામે તકેદારીના
પગલાં ભરવા માટે સરહદી વિસ્તારના વાવ, સુઇગામ, માવસરી, દૈયપ, ઢીમા સહિતનાં વિસ્તારોમાં જિલ્લા તીડ નિયંત્રણ કચેરી દ્વારા જુદી જુદી ટીમો બનાવીને સર્વે હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતમાં અગાઉ વર્ષ ૧૯૯૩ અને ૨૦૦૩ માં તીડનો પ્રકોપ વર્તાયો હતો. જેના વર્ષો બાદ ફરી તીડ ત્રાટકવાનું સંકટ ઉભું થવા પામ્યું છે જેને લઈ ખેડૂતો ચિંતિત થઈ ઉઠયા છે. ખેતીના દુશ્મન તીડ મોટા ઝુડમાં ત્રાટકતા હોય છે અને ઘડીનાં છઠ્ઠા ભાગમાં ખેતરમાં ઉભેલા પાકનો સફાયો બોલાવી દેતા હોય છે જેને લઈ સતત દુષ્કાળ અને મોંઘવારીનો માર વેઠતા ધરતીપુત્રોમાં તીડના પ્રકોપને લઈ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ગત વર્ષે અપૂરતા વરસાદના કારણે ચાલુ વર્ષે અછતનો સામનો કરતા સરહદી બનાસકાંઠા જિલ્લામાં તીડ ત્રાટકવાનું સંકટ તોળાઈ રહ્યું હોઈ ખેડૂતોના મુખ પર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે બીજી બાજુ જિલ્લાના વાવેતરના રક્ષણ અને તીડના આક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News