બનાસકાંઠા જિલ્લામાં તીડ આક્રમણ યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-12 12:06:26
  • Views : 588
  • Modified Date : 2020-06-12 12:06:26

બનાસકાંઠા જિલ્લામાં સતત છેલ્લા ત્રણ દિવસથી તીડનું આક્રમણ યથાવત છે. ગ્રામીણ વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારોમાં પણ તીડ આક્રમણ થતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેને પગલે કેન્દ્ર સરકારની બે ટીમ અને સ્થાનિક સાત ટીમો સહિત કુલ નવ ટીમો હાલ તીડ નિયંત્રણના કામે લાગી છે.
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પર એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. જેમાં છેલ્લા એક વર્ષની અંદર સતત પાંચમી વાત તીડના ઝુંડોએ બનાસકાંઠામાં આક્રમણ કરી વિનાશ વેર્યો હતો. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સરહદી વિસ્તારોને ઘમરોળ્યા બાદ હવે ડીસા શહેરી વિસ્તારોમાં પણ તીડના ઝુંડ કહેર વરસાવી રહ્યા છે. તીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારની બે ટીમો અને સ્થાનિક સાત ટીમો સહિત કુલ નવ ટીમો કામે લાગી છે. જેમાં વહેલી સવારથી જ આ નવ ટીમોએ તીડના ઝુંડ પર દવાઓનો છંટકાવ કરી તેને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોના તેનો કહેર વરસાવી રહ્યો છે, ત્યારે બીજી તરફ છેલ્લા અઠવાડિયાથી વાતાવરણમાં પણ પલટો આવતા કમોસમી માવઠું થયું હતું. જોરદાર પવન અને આંધી સાથે વારંવાર થઇ રહેલા કમોસમી માવઠાને કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે હવે તીડનું આક્રમણ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા એક વર્ષની અંદર સતત પાંચમીવાર તીડના ઝુંડે આક્રમણ કરતા ખેડૂતો અને તંત્ર પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યુ છે. હજારો લાખો નહીં પરંતુ કરોડોની સંખ્યામાં આવતા તીડનું નિયંત્રણ કઈ રીતે કરવું તે પણ એક મોટી સમસ્યા છે. ત્યારે તીડના આક્રમણ લઈને  ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. તીડના આક્રમણને લઇને ખેડૂતો સતત ચિંતાતુર થઈ ગયા છે જોકે હજુ પણ તીડના મોટા ઝુંડ આવવાની શક્યતાઓ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  ત્યારે આવનાર સમયમાં
આકાશી આફત તીડ કેટલો વિનાશ વેરશે તે તો તીડના આવ્યા બાદ જ ખ્યાલ આવશે. પરંતુ અત્યારે જે પ્રકારે તેનુ આક્રમણ વધી રહ્યુ છે તેના કારણે ખેડૂતને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે.

Download Our B K News Today App



Related News