ડીસા બેઠક પર પૂર્વ ધારાસભ્યના પુત્ર સંજય દેસાઈને ટીકીટ, યુવા ચહેરાના લીધે જીતનો આશાવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-05 13:14:56
  • Views : 568
  • Modified Date : 2022-11-05 13:15:24

 

કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં બનાસકાંઠામાં ડીસા વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્યના પુત્ર સંજય દેસાઈની મેદાનમાં ઉતાર્યો છે.

બનાસકાંઠા જિલ્લાની રાજકીય લેબોરેટરી ગણાતી ડીસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે. પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈના પુત્ર સંજય દેસાઈને મેદાનમાં ઉતારી કોંગ્રેસે ક્યાંક યુવાઓને પોતાની તરફ ખેંચવા પ્રયાસ કર્યો છે. ગોવાભાઇ દેસાઈ અગાઉ આઠ વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. જેમાં પાંચ વખત હાર્યા છે. જ્યારે ત્રણ વખત તેઓ ધારાસભ્ય બન્યા છે. જ્યારે આજે કોંગ્રેસે તેમના પુત્ર સંજયભાઈ દેસાઈને ઉમેદવાર બનાવતા સમગ્ર બનાસકાંઠા કોંગ્રેસમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.

 

કોંગ્રેસ કાર્યકરોએ મોડી રાત્રે તેઓની ઓફિસે આવી ફૂલહાર તેમજ પાઘડી પહેરાવી તેમનું સન્માન કર્યું હતું, સાથે જ જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. સંજય દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પાર્ટીએ તેમના પિતાના કામની કદર કરી ટિકિટ આપી છે અને સમગ્ર કોંગ્રેસનું તેમને સમર્થન છે. તેની સાથે જ તેમણે NSUI, પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પંચાયત સદસ્ય તરીકે સેવા આપી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જીત્યા બાદ ડીસામાં રી સર્વે, સિંચાઈ, રેશનકાર્ડ સહિતના પ્રશ્નોને હલ કરીશ અને ડીસાના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવાની સાથે તેમણે પોતાની જીત પાક્કી ગણાવી હતી

Download Our B K News Today App



Related News