આમ અકસ્માત પશુની અડફેટે નહીં પરંતુ મીની ટ્રકે અડફેટે લેતા મોત નિપજ્યાનું સામે આવ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-04 12:48:16
  • Views : 65
  • Modified Date : 2024-03-04 12:48:16

અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ સ્ટેશનની હદમાં એક અકસ્માત ગત 23 ફેબ્રુઆરીએ નોંધાયો હતો. શરુઆતમાં તો બાઇક ચાલક આધેડ પુરુષનુ મોત કોઈ પશુ વચ્ચે આવી જતા અકસ્માત સર્જાતા મોત નિપજ્યુ હોવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ. આ અંગેની ફરિયાદ પોલીસે શરુઆતમાં નોંધીને તપાસ શરુ કરી હતી. જોકે પોલીસને પ્રાથમિક તપાસમાં આશંકા જતા તપાસ ઉંડાણ પૂર્વક શરુ કરી હતી.પોલીસને આશંકા હતી કે, કોઈ અજાણ્યા વાહને સર્જ્યો હોવો જોઇએ અને જે ફરાર થયો હોવાને લઈએ દીશામાં તપાસ શરુ કરી હતી. પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરવા દરમિયાન અકસ્માતની વાસ્તવિકતાને જોડતી કડીઓ મેળવવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યો હતો. સાથે જ સીસીટીવી પણ વિસ્તારના રુટમાં ચેક કરવાના શરુ કરાયા હતા. આ દરમિયાન પોલીસને કેટલીક મહત્વની કડી હાથ લાગતા આરોપી સુધી પહોંચી જઈ ઝડપી લીધો હતો.રાત્રીના અંધકારમાં સૂમસામ રસ્તા પર ભજપુરથી બાયડ જવા દરમિયાન વાંટા નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાવાને લઈ પોલીસે શરુઆતમાં પશુની અડફેટે બાઇક ચાલક આવતા મૃત્યુ નિપજ્યાની પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી હતી. આંબલીયારા પોલીસ સ્ટેશનના PSI જેકે જેતાવત અને તેમની ટીમને અકસ્માતને લઈ આશંકા હતી. તેઓએ સ્થળ પરની સ્થિતિને તપાસ્યા બાદ પશુ નહીં પરંતુ વાહને અકસ્માત સર્જ્યો હોવાની આશંકા મજબૂત થઈ હતી. જેને લઈ વિસ્તારમાં અંદાજે 100 કિલોમીટર વિસ્તારના રુટ પરના મહત્વના CCTV ચેક કરવાની શરુઆત કરી હતી.જેમાં બાયડ, માધવગઢ અને લુણાવાડા સુધીના સીસીટી ચેક કરતા એક મીની ટ્રક શંકાસ્પદ જણાતા તેના નંબર આધારે તપાસ શરુ કરી હતી. પોલીસની ટીમ મીની ટ્રક સુધી પહોંચી ગઈ હતી. ટ્રકના ચાલક અને માલિક દિનેશ પટેલને પુછપરછ કરતા જ આખોય મામલો સામે આવ્યો હતો.પોલીસને મહિસાગર જિલ્લાના નેત્રમ કંટ્રોલરુમ દ્વારા મીની ટ્રકનો નંબર હાથ લાગ્યો હતો. જેને આધારે મીની ટ્રક સુધી પહોંચવામાં પોલીસ સફળ રહી હતી. પોલીસે ગાંધીનગરના દહેગામના દિનેશ કરશનભાઈ પટેલની ધરપકડ કરીને અકસ્માતની વાસ્તવિક હકીકતે જાણી હતી. આમ અકસ્માત પશુની અડફેટે નહીં પરંતુ મીની ટ્રકે અડફેટે લેતા મોત નિપજ્યાનું સામે આવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News