આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો ઉપર થયેલા હુમલાને લઇને બનાસકાંઠા જિલ્લા કલેકટરને સલામતી પૂરી પાડવા માટે માંગ સાથે આવેદનપત્ર અપાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-06 12:04:58
  • Views : 250
  • Modified Date : 2021-07-06 12:04:58

     બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી તેમજ મહેશભાઈ સવાણી અને આમઆદમી પાર્ટીના નેતા ઉપર વારંવાર હુમલા કરવાની ઘટનાઓ બનતી આવી છે ત્યારે અત્યાર સુધી દરેક ગુનામાં પકડાયેલા કે ઓળખાયેલા અસામાજિક તત્વો સત્તાધારી ભાજપ પક્ષ સાથે મજબૂત કનેક્શન ધરાવતા હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર છાશવારે થતા હુમલાઓને સદંતર અયોગ્ય ગણાવી અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને સલામતી માટેની માંગ કરી હતી આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે બનાસકાંઠા જિલ્લા કલેકટર ને આમ આદમી પાર્ટીના નેતા ઉપર થયેલા હુમલા માટે લઈને સરકાર દ્વારા તટસ્થ  તપાસ કરવામાં આવે અને તેમના પરિવારના સભ્યોને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News