આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોએ ગોકુલપુરા ખાતે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ આવતંુ હોવાને લઈ કમિશનરને રજુઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-21 12:35:23
  • Views : 260
  • Modified Date : 2021-07-21 12:35:23

ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ગટરો ઉભરાવીની અને પીવાનું પાણી શુધ્ધ નહી આવતી હોવાની અનેક ફરિયાદો તંત્રને મળતી હોય છે પરંતુ યોગ્ય નિકાલ નહી આવતા આ સમસ્યાઓ વધતી જ જાય છે અને પરિણામે આગમી દિવસોમાં મોટો રોગચાળો ફેલાય તો જબાદાર કોણ તેવા સવાલો સાથે આજે જાગૃત નાગરીકો દ્વારા કમિશનરને પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા  ગાંધીનગર મ્યુનિ. કમિશ્નરને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે,  ગાંધીનગર મહાનગર પાલિકાના વૉર્ડ નંબર ૬ માં સમાવિષ્ટ સેક્ટર ૧૪ ગોકુલપુરા માં છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી ડહોળું આવતું હતું અને હવે છેલ્લાં ત્રણ-ચાર દિવસથી તો પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થઇને આવે છે સાબુવાળું તેમજ ફીણવાળું પાણી આવે છે જેનાથી ગોકુળપુરા વસાહતમાં ભયંકર રોગચાળો ફેલાવાની શક્યતા છે. હમણાં થોડા દિવસ પહેલા કલોલમાં જે રીતે રોગચાળો ફાટ્યો એ રીતે ગોકુળપુરામાં પણ રોગચાળો ના ફેલાય,  કોલેરા જેવી ગંભીર બિમારી ના ફેલાય તે માટે  ગાંધીનગર મ્યુનિ. કમિશ્નરને લેખિત રજુઆત  કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જણાવામાં આવ્યું છે કે, ગોકુલપુરા વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી આવતા પાણીના સેમ્પલ લઈને તેનો ટેસ્ટ કરાવશો જેથી રોગચાળો ફેલાવાની શક્યતાને નિવારી શકાય. આ સાથે ગોકુળપુરામાં પાણીનો ફોર્સ પણ ઓછો આવે છે તે અંગે પણ મ્યુનિ. કમિશ્નરનું ધ્યાન દોર્યું હતું. આગામી દિવસોમાં આ સમસ્યાનું સમાધાન ઝડપથી આવી જશે તેવી ખાતરી પણ ગાંધીનગર મ્યુનિ. કમિશ્નર દ્વારા જણવવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News