ગુજરાતમાં આજે પણ મેઘો બોલાવશે ધબધબાટી, છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં ત્રાટક્યો, જાણો ક્યારે થશે રાહત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-17 10:56:23
  • Views : 289
  • Modified Date : 2022-07-17 10:56:23


ગુજરાતમાં આજે પણ મેઘો બોલાવશે ધબધબાટી, છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં ત્રાટક્યો, જાણો ક્યારે થશે રાહત


રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રની સાયક્લોનિક સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. જેને કારણે એક દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. સાથે જ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આ તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના જોટાણામાં 2 ઈંચ વરસાદ થયો છે. 


હવામાન વિભાગની આગાહી અનુસાર આજે  બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, ખેડા અને અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના છે. સાથે જ દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાગી કરવામાં આવી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ વરસાદ થવાની સંભાવના છે. તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગમાં પણ વરસાદ વરસી શકે છે.


24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના જોટાણામાં 2 ઈંચ વરસાદ થયો છે. સાથે વ્યારા અને ભેસાણમાં 1.5 ઈંચ વરસાદ, જ્યારે નવસારી, આણંદ, રાજુલા, કપરાડા, ધરમપુર, નડિયાદ, જલાલપોર, સુરત, કામરેજ અને હિંમતનગરમાં 1-1 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત ડોલવણ, બાલાસિનોર, ખેરગામ અને સાયલામાં પોણો ઈંચ વરસાદ થયો છે.


અષાઢી તાંડવે ગુજરાતને એવી રીતે ઘમરોળ્યું છે કે, રાજ્યનો કોઈ જિલ્લો તેનાથી અસરગ્રસ્ત થયા વગરનો રહ્યો નથી. જોકે, વરસાદની સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. આ વચ્ચે ગુજરાતમાં પોરબંદરના અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું છે. આગામી 48 કલાકમાં લો-પ્રેશર વાવાઝોડું ગુજરાતને કોઈ અસર નહીં કરે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે પોરબંદરમાં સરકારી તંત્રએ અલર્ટ જાહેર કર્યું છે.


ડિપ્રેશનની અસર ગુજરાત પર નહીં જોવા મળેઃ હવામાન વિભાગ


રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 24 કલાક સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. એક સિસ્ટમ સક્રિય હતી તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ. ડિપ્રેશનની અસર ગુજરાત પર નહીં જોવા મળે. 48 કલાક માટે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે એક નંબર સિગ્નલ લગાવાયું છે. પોરબંદર, જૂનાગઢ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.


 


 


Download Our B K News Today App



Related News