અરવલ્લીના માલપુર પંથકમાં ગાજવીજ સાથેવરસાદ, વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-28 13:56:05
  • Views : 105
  • Modified Date : 2023-06-28 13:56:05

 

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે. આ દરમિયાન જિલ્લામાં છૂટ છવાયો વરસાદ જુદા જુદા તાલુકાઓમા વરસી રહ્યો છે. આ દરમિયાન મંગળવારે રાત્રે અને બુધવારે સવારે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. જુદા જુદા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. માલપુર તાલુકાના અણીયોર અને સુલતાન પુરા અને પરપોટિયા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ સ્થાનિક રસ્તા પર પાણી ભરાયા હતા.મંગળવારે સાંજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે ગાજવીજ સાથેનુ વાતાવરણ સર્જાયુ હતુ. બંને જિલ્લામાં મંગળવારે રાત્રે છૂટો છવાયા હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. કેટલાક વિસ્તારમાં સામાન્ય પવન જોવા મળ્યો હતો. બુધવારે સવારે પણ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ.

Download Our B K News Today App



Related News