કડી અને જોટાણામાં ગાજવીજ સાથે વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-26 14:05:25
  • Views : 74
  • Modified Date : 2023-11-26 14:05:25

સમગ્ર રાજ્યમાં ગઈકાલથી વરસાદી માહોલ છે. કારતકમાં પડી રહેલા કમોસમી વરસાદથી લગભગ તમામ જીલ્લાના ખેડૂતોને નુકશાનની શક્યતા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોની સાથે વેપારીઓની ચિંતામાં પણ વધારો થયો છે. કારણ કે એપીએમસીમાં રાખવામાં આવેલો પાક પલળી જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.આજે મહેસાણાના કડી અને જોટાણામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કડી APMCમાં જણસી પલળતી બચાવવા વેપારીઓને મુશ્કેલી પડી હતી. બહુચરાજી વિસ્તારમાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે કારણ કે, પાકમાં નુકસાન થવાની ભીતિ છે.

Download Our B K News Today App



Related News