ડીસા ભીલડી નેશનલ હાઈવે પર માલગઢ ગામ પાસે કેટલાક કોલ્ડ સ્ટોરેજો દ્વારા સડેલા બટાટાને જાહેર રોડ પર જ ફેંકવાથી રોગચાળો ફેલાવાની સંભાવના દેખાઈ રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-15 12:38:18
  • Views : 311
  • Modified Date : 2021-11-15 12:38:18

દેશભરમાં બટાટા નગરી તરીકે જાણીતા ડીસામાં બટાકાની નવી સીઝન નું વાવેતર પૂર્ણ થઈ ચૂકયુ છે ત્યારે હવે કોલ્ડ સ્ટોરેજ ખાલી કરવાના સમયે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા સડેલા બટાકા રોડ પર ફેંકાતા કોરોના મહામારી દહેશત વચ્ચે રોગચાળો ફેલાવાની સંભાવના દેખાઈ રહી છે.

         

બટાટા હબ ગણાતા ડીસામાં 200 થી વધુ કોલ્ડ સ્ટોરેજો આવેલા છે. હવે કોલ્ડ સ્ટોરેજો બટાકા ની નવી સીઝન પહેલા ખાલી કરવાનો સમય આવ્યો હોવાથી કોલ્ડ સ્ટોરેજ સંચાલકો સડેલા બટાટા જાહેરમાં ફેંકી રહ્યા છે.હાલમાં ડીસા ભીલડી નેશનલ હાઈવે પર માલગઢ ગામ પાસે કેટલાક કોલ્ડ સ્ટોરેજો દ્વારા સડેલા બટાટાને જાહેર રોડ પર ફેંકવામાં આવતા દુર્ગંધ ફેલાઈ રહી છે જ્યારે પશુઓ સડેલા બટાકા ખાવા માટે એકત્ર થતા હોય પશુઓ પણ રોગચાળા નો ભોગ બને તેવી શક્યતા છે. ઉપરાંત હાલમાં કોરોનાની ત્રીજી  લહેર ની સંભાવના દેખાઈ રહી છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ એક કેસ નોંધાયો છે તેવામાં દુર્ગંધ મારતા બટાકા જાહેરમાં ફેંકાતા આવી બેદરકારી દાખવનાર સંચાલકો સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

Download Our B K News Today App



Related News