માઉન્ટ ના સૌંદર્ય નીહળવા પર્યટકો નો ઘસારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-26 12:11:33
  • Views : 309
  • Modified Date : 2022-07-26 12:11:33

માઉન્ટ ના સૌંદર્ય નીહળવા પર્યટકો નો ઘસારો

 

ખળખળ વહેતા ઝરણાઓ અને ઝરમરીયો વરસાદ સાથે ધૂમમ્સ ભર્યું વાતાવરણ અને તેમાં પણ સુસવાટા મારતી ઠંડી લહેર આ અનુભવ માત્ર ને માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પર્યટકો ને થઈ રહ્યો છે. વરસાદી માહોલ બાદ ડુંગરાળ અને જંગલ વિસ્તારનો નજારો જોઈ લોકોની આંખોને ઠંડક પહોંચે છે ત્યારે એવોજ નજારો પર્યકટ સ્થળ માઉન્ટ આબુનો સર્જાયો છે જોકે આ કુદરતીસૌંદર્યને નિહાળવા સહેલાણીઓ ઉમટી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા અને રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુએ કુદરતી સૌંદર્યના રંગે રગાયેલું છે જેમાં પણ વરસાદી માહોલ વચ્ચે આ સૌંદર્યને ચાર ચાંદ લાગી જતા હોવાથી ડુંગરોને સ્પર્શ કરતા વાદળો ખળખળ વહેતા ઝરણાઓની વચ્ચે સહેલાણીઓ મોટી સંખ્યામાં મજા માણવા ઉમટી રહ્યા છે.

 

 

Download Our B K News Today App



Related News