ટમ્પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોના મોત નિપજ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-10 16:31:58
  • Views : 82
  • Modified Date : 2023-12-10 16:31:58

અરવલ્લી જિલ્લાના ધનસુરા નજીક આવેલા અંબાસર પાસે અકસ્માતની ઘટના સર્જાઈ છે. ટમ્પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોના મોત નિપજ્યા છે. અકસ્માતની ઘટનામાં સ્થાનિક અંબાસર ગામના યુવાનોએ જીવ ગુમાવ્યા છે. વિસ્તારમાં બેફામ હંકારાતા ડમ્પર ટ્રકને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયેલો છે અને તેમને નિયંત્રણ કરવા માટે અનેકવાર રજૂઆતો કરી છે. આમ છતાં પણ અકસ્માતોના બનાવો વધતા જઈ રહ્યા છે. આવી જ વધુ એક ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ડમ્પર જપ્ત કરીને અકસ્માતને લઈ વધુ તપાસ શરુ કરી છે.બાઈક પર ત્રણ યુવાનો સવાર હતા અને તે ત્રણેય યુવાનો નજીકના અંબાસર ગામના જ હતા. ડમ્પર ટ્રકે અકસ્માત સર્જવાને લઈ ત્રણેય સ્થાનિક યુવાનોને ગંભીર ઈજાઓ થતા ત્રણેયના મોત નિપજ્યા હતા. મૃતકોમાં દિપક સોલંકી, અજય પરમાર અને સિધ્ધરાજ સોલંકીનો સમાવેશ થાય છે. ત્રણેય યુવકો ડિઝલ લેવા માટે કેરબો લઈ પેટ્રોલપંપ પર ગયા હતા અને એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા ત્રણેય યુવકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલાઈ હતી. સ્થાનિક પોલીસે ઘટના બાદ હવે તપાસ કાર્યવાહી શરુ કરી છે અને કોની બેદરકારીથી અકસ્માત સર્જાયોએ સ્પષ્ટ કારણ જાણવા માટે પ્રયાસ શરુ કર્યો છે.

Download Our B K News Today App



Related News