ડીસા કાંટ પાંજરાપોળમાંથી ત્રણ ઘેટા ની થઇ ચોરી : પાંજરાપોળના સંચાલકોએ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-29 12:03:02
  • Views : 275
  • Modified Date : 2022-01-29 12:03:02

 

ડીસા શહેરમાં તસ્કરો હવે પશુઓની ઉઠાંતરી કરતા હોય તેમ એક પછી એક પશુઓની ઉઠાંતરી કરી રહ્યા છે..ત્યારે ડીસાની કાંટ પાંજરાપોળ ખાતે અજાણ્યા તસ્કરો પાંજરાપોળ માં પ્રવેશ કરી સીસીટીવીના કેમેરાના કેબલ કાપી પાંજરાપોળમાંથી ત્રણ ઘેટાની ચોરી કરી ફરાર થઈ જતા ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ  પાંજરાપોળ ના સંચાલકોએ ફરિયાદ નોંધાવી છે..

 

બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો ફુલ ગુલાબી ઠંડીમાં એક પછી એક ચોરીની ઘટના ને  અંજામ આપી રહ્યા છે. તસ્કરો હવે એક પછી એક બનાસકાંઠામાં જિલ્લામાં પશુઓની ચોરી કરી રહ્યા છે.ત્યારે ડીસામાંથી પણ પશુઓની ચોરી ની ઘટના સામે આવી છેવાત કરવામાં આવે તો ડીસા તાલુકાના કાંટ ગામે રાજપુર કાંટ પાંજરાપોળ આવેલી છે. પાંજરાપોળમાં ગેરકાયદેસર પશુઓને કતલખાને લઇ જતા હોય તેને અટકાવી તે પશુઓને કાટ પાંજરાપોળમાં રાખી તેની સારવાર કરવામાં આવી રહી છે પરંતુ હવે ગૌશાળામાં પણ પશુઓ સુરક્ષિત નથી તેમ એક પછી એક તસ્કરો પશુઓની ઉઠાંતરી કરી રહ્યા છે તા. ત્યારે ડીસા કાંટ રાજપુર પાંજરાપોળ ખાતે અજાણ્યા ત્રણ શખ્શો પાંજરાપોળ માં પ્રવેશ કરી સીસીટીવીના કેબલ કાપી પાંજરાપોળમાં થી ત્રણ ઘેટાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ સંચાલકોને થતાં સંચાલકોએ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ  ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News