ભાવનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-18 18:26:29
  • Views : 233
  • Modified Date : 2024-11-18 18:26:29

ભાવનગર એલ.સી.બી. સ્ટાફ  પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન પો.કો. એજાજખાન પઠાણને બાતમી મળેલ કે મોખડાજી સર્કલ, બાંભણીયા પ્લોટની બાજુમાં,શ્રી કૃષ્ણ ચાની દુકાન બાજુમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં અમુક માણસો ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો જુગાર રમે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં પંકજભાઇ બીજલભાઇ ચૌહાણ ઉ.વ.30 રહે.સંત રોહીદાસનગર, આનંદનગર, ભાવનગર ,  અશોકભાઇ અરજણભાઇ ઉલ્વા ઉ.વ.49 રહે.મકાન નં.180/એ,સરદારનગર,50 વારીયા,ભાવનગર તથા ભરતભાઇ ચોથાભાઇ  ચોહલા ઉ.વ.32 રહે.રાજા રામના અવેડામાં, ઘોઘા રોડ, ભાવનગર નામના ત્રણ શખ્સો ગંજીપત્તાના પાના તથા રોકડ રૂ.30,520/-સાથે ઝડપાયા હતા.દરોડાની આ કામગીરીમાં પોલીસ ઇન્સ.  એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. પી.ડી.ઝાલા તથા સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ, બાવકુદાન કુંચાલા, માનદિપસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ જોડાયા હતા.

 

Download Our B K News Today App



Related News