ડીસા આખોલ ચાર રસ્તા પાસે તુફાન ગાડી અને મારુતિ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત ત્રણ લોકોને ગંભીર ઈજાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 12:02:16
  • Views : 422
  • Modified Date : 2021-08-13 12:02:16

     ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે બીજા શહેરમાં છેલ્લા એક મહિનામાં એક બાદ એક અનેક નાના-મોટા અકસ્માત સર્જાય છે જેમાં અત્યાર સુધી આવા અકસ્માતોમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો કેટલાક લોકો મોતને ભેટયા છે ત્યારે આવો જ એક વધુ અકસ્માત ડીસાના આખોલ ચાર રસ્તા પાસે બન્યો હતો આજરોજ આખોલ ચાર રસ્તા રોડ પર તુફાન ગાડી અને મારુતિ કાર સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં તુફાન ગાડી રોડ પર પલટી જતા તુફાન ગાડીમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે મારુતિ કારના કુચા ઉડી ગયા હતા આ અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા અને અકસ્માતમાં ઘાયલ લોકોને બહાર નીકળ્યા હતા જે બાદ 108 એમ્બ્યુલન્સ વાનની મારફતે ત્રણે લોકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News