અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં કોર્પોરેશનનું સાઈન બોર્ડ અચાનક તૂટી પડતા ત્રણ લોકોને આવી ઈજા-

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-22 18:16:36
  • Views : 212
  • Modified Date : 2024-10-22 18:16:36

જાહેરખબરના હોર્ડિંગ અને વિસ્તાર-રોડની માહિતી આપતા સાઈન બોર્ડ હવે લોકો માટે ભયજનક બની રહ્યા છે. કાંકરિયા-પુષ્પકુંજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિશાળ સાઈન બોર્ડ એકાએક ધરાશાયી થઈને એક્ટિવા સવાર પરિવાર પર પડ્યું હતું. આ અક્સ્માતમાં પરિવારના ત્રણ સભ્ય મરતાં-મરતાં બચ્યા. એક મહિલા સહિત બે બાળકને ઈજા પહોંચી. તેની ચોંકાવનારી વિગતો મળી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા અને વિસ્તારની માહિતી આપતાં સાઈનબોર્ડ લગાવવામાં આવ્યાં. મુંબઈમાં જાહેર ખબરના હોર્ડિંગ પડવાની ઘટના બાદ શહેરમાં તમામ વિસ્તારમાં જેટલાં પણ ખાનગી હોડિંગ લગાવવામાં આવેલાં છે. તેના સ્ટ્રક્ચર સર્ટિફિકેટ લઈને તેને કોર્પોરેશનમાં જમા કરાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.2 ઇજાગ્રસ્તોનો દાવો છે કે આટલી મોટી બેદરકારી છે અને જીવનું જોખમ છે તો તેમની સામે શું પગલા લેશો? અમે મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશું જ. તો આ તરફ વિપક્ષના નેતાએ પણ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. 

Download Our B K News Today App



Related News