મ્યુકોરમાઇકોસિસ અડધા મગજમાં ફેલાઈ ગયું હતું, ડોક્ટરોએ નાકના માર્ગે 3 દર્દીનાં ઓપરેશન કર્યાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-17 16:54:42
  • Views : 273
  • Modified Date : 2021-06-17 16:54:42

    આંખની દૃષ્ટિથી લઈને દર્દીઓનો જીવ લેનાર બ્લેક ફંગસ(મ્યુકોરમાઇકોસિસ)ના 3 દર્દીની સારવાર પટનાના ઈન્દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થાન(IGMS)માં કરવામાં આવી છે. બિહારમાં પ્રથમ વખત કોઈપણ પ્રકારની ચીરફાડ કર્યા વગર નાકમાંથી ડોક્ટરોએ બ્લેક ફંગસનું ઓપરેશન કર્યું છે. હાલ ત્રણેય દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

    IGMSના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર મનીષ મંડલે જણાવ્યું હતું કે બ્રેન સર્જરીની આ રીત ખૂબ જ સફળ રહી. એમાં દર્દીઓની ઝડપથી રિકવરી થઈ છે. આ પહેલાં IGIMSમાં બ્રેનની ઘણી ઓપન સર્જરી કરવામાં આવી છે.IGIMSના ENT વિભાગના HOD ડો.રાકેશ સિંહ જણાવે છે કે નાકના રસ્તેથી બ્રેનની સર્જરી કરીને ફંગસને કાઢવી જટિલ છે. બ્રેનના ફંટલ લોબમાં ફેલાયેલી ફંગસને નાકના રસ્તેથી સર્જરી કરીને કાઢવામાં આવી છે.

    એક દર્દીમાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. એ નાકના રસ્તેથી બ્રેનના એ હિસ્સામાં જાય છે જ્યાં ફંગસ જાળ બનાવે છે. જે ત્રણ દર્દીની સર્જરી આ સમયમાં કરવામાં આવી છે તેની અંદર સંક્રમણનો ફેલાવો વધુ થયો હતો.IGIMSમાં એક એવા દર્દીની નાકનાના રસ્તે બ્રેન સર્જરી કરવામાં આવી છે, જેના અડધા બ્રેનમાં બ્લેક ફંગસ સંપૂર્ણ રીતે જાળ બનાવી ચૂકી હતી. આંખોમાં અટેક કરનાર ફંગસ મગજના ફ્રંટલ લોવ સુધી પહોંચી ગઈ હતી. દર્દીની સર્જરી કરીને બ્રેનના અડધા હિસ્સામાં ફેલાઈ ચૂકેલી ફંગસને કાઢવામાં આવી. જોકે આ દર્દીની દૃષ્ટિ બચી શકી ન હતી. રાહતની વાત એ છે કે આ દર્દીની આંખ કાઢવાની ફરજ પડી ન હતી.

    ડોક્ટરનું કહેવું છે કે ઓપરેશનમાં બ્રેનમાંથી બ્લેક ફંગસને સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવી છે.એને પગલે હવે દર્દીઓ ખતરામાંથી બહાર આવી ગયા છે.IGIMSના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો.મનીષ મંડલે જણાવ્યું હતું કે બ્લેક ફંગસનાં ઘણાં જટિલ ઓપરેશન અત્યારસુધીમાં કરવામાં આવ્યાં છે. અમારા ડોક્ટરોએ 26 દિવસમાં 124થી વધુ સર્જરીનો રેકોર્ડ બનાવ્યો છે. એમાંથી ઘણા દર્દીઓના મગજમાં ફંગસની મોટી જાળ હતી. આવા સંજોગોમાં બ્રેનની સર્જરી થોડી મુશ્કેલ હોય છે, જોકે અમે એ કરી બતાવી છે.

    ડો.મંડલનું કહેવું છે કે બ્લેક ફંગસની સારવાર આખી ટીમ કરી રહી છે. આ ઓપરેશનમાં ENT અને EYEની સાથે ન્યુરોના ડોક્ટરની આખી ટીમ કામ કરી રહી છે.

Download Our B K News Today App



Related News