ધાનેરા તાલુકાના.મગરાવા ગામ પાસેથી પોલીસે બાતમીના આધારે ત્રણ પરપ્રાંતીય શખ્સોને પિસ્તોલ સાથે જડપયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-16 18:00:31
  • Views : 648
  • Modified Date : 2020-06-16 18:00:31

બનાસકાંઠા જીલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે મોટાભાગની ગેરકાયદેસર પ્રવૃતિઓ રાજસ્થાન માંથી બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ખાસ કરીને સૌથી વધારે રાજસ્થાન માંથી બનાસકાંઠામાં વિદેશી દારૂ ગુજરાતમાં પૂરો પાડવામાં આવે છે લોકડાઉન ખુલતાની સાથે જ બુટલેગરો સક્રિય બન્યા છે અને ચેક પોસ્ટ પોલીસની આંખોમાં ધૂળ નાખી  મોટા પ્રમાણમાં દારૂ લાવવામાં આવે છે. છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા જિલ્લા પોલીસે કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. ત્યારે બનાસકાંઠામાં ધાનેરા પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન મગરાવા ગામ પાસે રાજસ્થાન તરફથી આવી રહેલી એક શંકાસ્પદ કારને ઉભી રખાવી પોલીસે તલાસી લેતા કારમાંથી બીયર અને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સો ની પણ તલાશી લેતા એક ની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને બે કારતૂસ પણ મળી આવતા પોલીસે દારૂ, પિસ્તોલ અને કાર સહી 3.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે કારમાં બેઠેલા રાજસ્થાની ત્રણ યુવકો ભભુતારામ જાટ, રાયચંદ જાટ અને મુકેશ જાટની અટકાયત કરી  પ્રાથમિક તપાસ કરતા આ ત્રણેય શખ્સો રાજસ્થાન થી ડીસા તરફ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

Download Our B K News Today App



Related News