બનાસકાંઠાના વેપારીમથક ડીસા શહેરમાં ત્રણ મહિના પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો રોડ સામાન્ય વરસાદમાં જ ઉખડી ગયો હોવાની ઘટના સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-27 11:18:05
  • Views : 341
  • Modified Date : 2021-07-27 11:18:05

     ડીસા શહેરમાં ત્રણ મહિના પૂર્વે જ બનાવવામાં આવેલ મુખ્ય માર્ગનો ડામર સામાન્ય વરસાદમાં ઉખડી જતા વાહનચાલકો અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસાના હાર્દ સમા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી 25 લાખ રૂપિયાના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવ્યો છે જો કે આ રોડ બની રહ્યો હતો તે સમયે હલકી ગુણવત્તાવાળું કામ થતું હોવાનું નગરસેવક અને જાગૃત લોકો એ ફરિયાદ કરી હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશોએ આ બાબતે આંખ આડા કાન કર્યા હતા. નગરપાલિકાના જનરલ બોર્ડમાં પણ પાલિકાના જ સદસ્યો એ આ રોડ ના કામમાં ગેરરીતિ મામલે સવાલ ઉઠાવ્યા હતા તેમ છતાં પણ ભ્રષ્ટાચાર માં ડૂબેલા સત્તાધીશોએ ફરિયાદ ને ધ્યાને ન લેતા આખરે સામાન્ય વરસાદમાં જ આ રોડનો ડામર ઉઠી ગયો છે.

જોકે સામાન્ય વરસાદમાં જ લાખો રૂપિયાના ખર્ચે બનેલો રોડ ઉખડી ગયો હોવા છતાં પણ ઓફિસર કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોય તેમ કેમેરા સામે જણાવી રહ્યા છે ચીફ ઓફિસર ઉપેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું કે આ રોડ ગેરરીતિ ને કારણે નહીં પરંતુ રોડ નીચે રહેલી પાઇપલાઇન લીકેજ થવાના કારણે તૂટી ગયો છે.

Download Our B K News Today App



Related News