કાર મૂકવાની તકરારમાં વેપારી ઉપર ત્રણ શખ્સોનો ધોકાથી હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-26 14:25:19
  • Views : 315
  • Modified Date : 2025-04-26 14:25:19

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા પ્રાંતિયા ગામમાં દુકાન આગળ કાર મૂકવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા યુવાને તેના મિત્રો સાથે આવીને ધોકા પડે વેપારી ઉપર હુમલો કર્યો હતો. ઘાયલ વેપારીને સારવાર માટે ખસેડાયા હતા ત્યારે આ મામલે ડભોડા પોલીસ દ્વારા ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા પ્રાંતિયા ગામમાં રહેતા અને અહીં બજારમાં કાપડની દુકાન ધરાવતા નિતેશભાઇ રસિકભાઈ શાહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે સવારના સમયે તેઓ રાબેતા મુજબ તેમની પુત્રી સાથે દુકાન ઉપર ગયા હતા તે દરમિયાન સાંજના સમયે તેઓ દુકાન બહાર ઊભા હતા તે સમયે ગામના ભાર્ગવ ઝાલાભાઇ પટેલ આવ્યા હતા અને તેમની કાર દુકાનની આગળ મુક્તા થોડે દૂર મુકવા માટે કહ્યું હતું. જોકે તે જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા પરંતુ આસપાસના લોકો આવી જતા કાર સાઈડમાં મુકી હતી. જોકે ત્યારબાદ નિતેશભાઇ દુકાનમાં હાજર હતા તે સમયે ફરીથી ભાર્ગવ તેના મિત્ર જય ગુણવંતભાઈ પટેલ તથા વિનોદભાઈ ચંદુભાઈ પટેલના પુત્ર સાથે તે આવ્યો હતો અને તેમની સાથે ગાળા ગાળી કરીને ધોકા વડે હુમલો કરી દીધો હતો. જે હુમલાને પગલે નિતેશભાઇ દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. જોકે જતા જતા આ ભાર્ગવ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જો ફરીથી અમારું નામ લઈશ તો જાનથી મારી નાખીશું અને પરિવારને ગામમાંથી બહાર કાઢી મુકીશું ત્યારબાદ નિતેશભાઇ સારવાર માટે નરોડાની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા અને સારવાર લીધા બાદ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News