બનાસકાંઠામાં વડગામના જુના નાગરપુરા ગામે દીપડાએ હુમલો કરતા ત્રણને ઇજા : પિતા-પુત્ર સહિત ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-07 12:26:30
  • Views : 246
  • Modified Date : 2021-12-07 12:26:30

બનાસકાંઠામાં વડગામના જુના નાગરપુરા ગામે દીપડાએ હુમલો કરતા ત્રણને ઇજા : પિતા-પુત્ર સહિત ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

 

 

દીપડાએ હુમલો કરતા પિતા-પુત્ર સહિત ત્રણ ઇજાગ્રસ્ત

 

બનાસકાંઠા માં વડગામના જુના નાગરપુરા ગામે દિપડાએ ત્રણ લોકો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દિપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે

 

બનાસકાંઠા માં ફરી એકવાર દીપડાએ આતંક મચાવ્યો છે. જેમાં ગઈકાલે મોડી સાંજે વડગામ તાલુકાના જુના નાગરપુરા વિસ્તાર માં દીપડાએ પિતા-પુત્ર સહિત ત્રણ લોકો પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી, દીપડા ના હુમલા નો ભોગ બનનાર લોકોએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવતાં દીપડો ત્યાંથી નાસી ગયો હતો.આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ખેતરમાં પાંજરું મુકી દિપડાને પકડવાની કવાયત હાથ ધરી છે જ્યારે ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. દિપડા ના હુમલાને કારણે જુના નાગરપુરા, નવા નાગરપુરા, નગાણા, મેગાળ, પેપોળ અને પીલુચા સહિત આજુબાજુના ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે અને તાત્કાલિક આ હિંસક દિપડાને પકડી પાંજરે પુરાય તેવી લોકો આશા રાખી રહ્યા છે , ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા માં જેસોર અભ્યારણ આવેલું હોવાથી અહીં રહેતા દીપડા કે રીંછ જેવા જંગલી પ્રાણીઓ અવારનવાર ખોરાક કે પાણીની શોધમાં શહેરી વિસ્તારોમાં આવી ચડે છે અને આવી ઘટનાઓ બનતી રહે છે.

Download Our B K News Today App



Related News