રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો , અનેક વિસ્તારોમાં પાણી ભરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-21 17:08:27
  • Views : 96
  • Modified Date : 2023-07-21 17:08:27

ગુજરાતમાંસતત વરસી રહેલા વરસાદનાપગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતી ઉભી થઈ છે. જેમાં રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પગલે બસ મથક પાસે મહાદેવ મંદિર પાસે પાણી ભરાયા છે. તેમજ રહેણાંક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેના પગલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે.જ્યારે અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ત્રણ દરવાજા, ચકલા ચોક પર પણ પાણી ભરાયા છે. જેતપુર રોડ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. વરસાદી પાણી ભરાવાથી લોકોને હાલાકી પડી રહી છે.

Download Our B K News Today App



Related News