થરાદના ત્રણસો રોકાણકારોને લોભામણી લાલચ આપી લૂંટવાની ઘટના સામે આવી : કંપનીના માલિકને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-14 12:02:42
  • Views : 1865
  • Modified Date : 2021-10-14 12:02:42

આજના સમયમાં લોકો ડબલ પૈસા કરવાની લાલચમાં ફ્રોડ કંપનીઓ સાથે છેતરાતા હોય છે ત્યારે થરાદ તાલુકાના ૩૦૦ થી વધુ લોકો ડાયમંડ મેચ્ચયુલ બેનીફીટ ફંડ નામની કંપનીમાં ત્રણ કરોડ થી વધુ રોકાણ કર્યું હતું જેમાં જે કંપનીમાં વર્ષે બે ગણા પૈસા કરતી સ્કીમ હતી જે લાલચ ને લઈને લોકો કંપનીના એજન્ટો મારફતે પૈસા રોકી ને ડુબાયા હતા જેમાં બપોરે ડાયમંડ કંપનીના માલિક પ્રકાશભાઈ પટ્ટણી થરાદ ની ખાનગી હોટલમાં થરાદ ના રોકાણકારો સાથે મીટીંગ યોજી હતી જેમાં કંપનીના માલિક દ્વારા કંપની નું કામગીરી બંધ થતાં પૈસા આપવા ની મુદત વધારતા મામલો બિચક્યો હતો જેમાં રોકાણ કારો કંપની ના માલિક ને પોલીસ ના હવાલે કર્યો હતો અને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની હકીકત જણાવી ફરીયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી જેમાં કંપની રોકાણકારો ને વાર્ષિક ૧૨ ટકા વ્યાજદર અને વર્ષોમાં પૈસા ડબલ કરી દેતી હતી ત્યારકંપની ના માલિક ને પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News