ડીસા શહેરમાં વરસાદના કારણે વીજકરંટથી ત્રણ પશુઓના મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 11:28:39
  • Views : 190
  • Modified Date : 2022-06-14 11:28:39


ગત મોડીરાત્રે ડીસા શહેરમાં શરૂ થયેલા અચાનક ભારે વરસાદના કારણે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી તો બીજી તરફ વરસાદના કારણે વીજ વાયર તૂટી પડતાં ત્રણ પશુઓના મોત નિપજયા હતા.

 

ડીસા માં મોડી સાંજ ના સુમારે એકાએક પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. પ્રથમવાર ડીસા શહેરમાં વરસાદ શરૂ થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે શરુ થયેલા વરસાદના કારણે અને જગ્યા ઉપર નુકસાન થયું છે તો અનેક જગ્યા ઉપર પશુઓના મોત ના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ડીસા શહેરમાં ગત મોડી રાત્રે શરુ થયેલા ભારે વરસાદના કારણે પણ ત્રણ પશુઓના મોત નિપજયા હતા જેમાં ડીસા ના અભય સોસાયટી નજીક રોડ સાઈડ નજીક વીજ લાઇન વાયર ધડાકાભેર તૂટી પડ્યો હતો અને જેના કારણે રોડ નજીક બેઠેલી બે ગાયો ના વીજ કરન્ટ ના કારણે મોત નિપજ્યા હતા જોકે સમય સુચકતા ના પગલે ત્યાંથી પસાર થતા અપ્પી ભાઈ ઠાકોરે તાત્કાલિક વીજ કમ્પની ને જાણ કરી વીજ પુરવઠો બન્ધ કરાવ્યો હતો જેના કારણે વધુ કોઈ પશુ કે રાહદારી કે જાનહાની ટાળી શકાય હતી. તો બીજી તરફ ડીસાના પુરા સર્કલ પાસે પણ વીજળી ને અડતા એક ગાયનું મોત નિપજયા હતા જેના કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. પશુઓના મોત ના સમાચાર મળતાની સાથે જ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, કારોબારી સમિતિ ચેરમેન જીજ્ઞેશભાઈ જોશી સહિત નગરપાલિકાના કર્મચારીઓ દોડી આવ્યા હતા આ ઘટનાને લઇ વિદ્યુત બોર્ડના કર્મચારીઓ તાત્કાલિક લાઇટ બંધ કરી ગાયને દૂર કરી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે ગત મોડી રાત્રે શરુ થયેલા વરસાદના કારણે ડીસા શહેરમાં ત્રણ પશુઓના મોત થી જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો

Download Our B K News Today App



Related News