ડીસામાં પોતાની પત્ની અને બાળકો પાછા માંગતા પતિને મારી નાખવાની ધમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-15 18:20:28
  • Views : 3668
  • Modified Date : 2022-07-15 18:20:28


 લઘુમતી સમાજનો યુવક મહિલા અને બે સંતાનોને ક્યાંક ગુમ કરી દીધા હોવાની ફરિયાદ


 ડીસાના માલગઢ ગામના યુવકે પોતાની પત્ની અને બે સંતાનોને લઘુમતી શખ્સના યુવક  ક્યાંક લઈ ગયો હોય પોતાની પત્ની અને બાળકો પાછા માંગતા લઘુમતી સમાજના શખ્સ એ છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


 ડીસા તાલુકાના માલગઢ ગામની માળી સમાજની મહિલા અને તેના બે બાળકોને ડીસાના ગવાડી વિસ્તારનો લઘુમતી સમાજનો શખસ રાખતો હોવાના ચક્કચારી બનેલા કિસ્સામાં વધુ એક ફરિયાદ થઈ છે .જેમાં મહિલાના પતિએ લઘુમતી સમાજના યુવક પાસે પોતાની પત્ની અને બાળકો પાછા સોંપવાની માંગ કરતા તેણે છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા હરેશકુમાર શંકરલાલ સોલંકી (માળી) ની પત્ની અને તેના બે સંતાનો છેલ્લા ઘણા સમયથી તેમના થી અલગ સાસરીયા ના ગામ કાંટ ખાતે રહેતા હતા. જેમાં તાજેતરમાં  હરેશભાઈ ના પત્ની ચંદ્રિકાબેન અને તેના બે સંતાનો તેમના સસરાના ઘરેથી દાગીના ચોરી એજાજ મુસ્તુફા શેખ રહે ગવાડી, ડીસા વાળા ને આપ્યા હોવાની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ  મથકે હરેશભાઈ ના સસરા અને ચંદ્રિકાબેન ના પિતાએ નોંધાવી હતી જેથી આ કિસ્સો સમગ્ર તાલુકામાં ટોક ઓફ ટાઉન બન્યો હતો. જેમાં તાજેતરમાં હરેશભાઈ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે રસાણા કેનાલ પાસે ઇજાજ મુસ્તુફા શેખને જોઈ જતા તેમને બાઈક પાછું વાળી કહેલ કે,' તું મારી પત્ની અને બે બાળકો પાછા આપી દે. તેમ કહેતા એજાજ શેખે જણાવેલ કે તારી પત્ની અને બાળકો કદાપી પાછા નહીં મળે તારે જે કરવું હોય તે કરી લે.' એમ કહી પોતાની પાસેની છરી કાઢી હરેશભાઈ ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હરેશભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે ઇજાજ મુસ્તુફા શેખ સામે પોતાની પત્ની અને બે બાળકોને ક્યાંક ગુમ કરી દીધા હોવા નહીં તેમજ પોતાને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News