વર્ચ્યુઅલ કોલથી સોનીને ધમકી આપી, 3 લાખ નહીં આપે તો દીકરીનો રેપ કરીશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 12:29:07
  • Views : 319
  • Modified Date : 2020-10-01 12:29:07

    નવાવાડજમાં રહેતા હાર્ડવેરની દુકાન ધરાવતા વેપારીના પુત્રે લોકડાઉન દરમિયાન આર્થિક સંકડામણમાંથી રસ્તો કાઢવા માટે તેની જ સોસાયટીમાં રહેતા સોની પરિવારને ટાર્ગેટ કર્યા હતા. તેમને દિલ્હીની બિશનોઈ ગેંગના નામે વર્ચ્યૂઅલ ફોન કરી 3 લાખની ખંડણી માગી હતી. આરોપીએ એવી પણ ધમકી આપી હતી કે, જો પૈસા નહીં આપે તો દીકરી પર રેપ કરીશ અને દીકરાને પણ મારી નાખીશ. આ અંગે ક્રાઈમબ્રાન્ચે મુખ્ય આરોપી અને બે સાગરિતને ઝડપી પાડ્યા છે.

નવાવાડજ ભીમજીપુરામાં ક્રાંતિ એપાર્ટમેન્ટ માં રહેતા વિજય કુમાર સોની નામના જ્વેલર્સના ઈલેક્ટ્રિક મીટર ઉપર એક કવર મૂકવામાં આવ્યું હતું, જેમાં એક ચિઠ્ઠી હતી જેમાં જણાવ્યું હતું કે, ૩ લાખ ભેગા કરી ઘર પાસે લાલ ટેન મૂકવું જો આમ નહીં કરવામાં આવે તો તેમની દીકરી ઉપર રેપ કરવામાં આવશે તેમજ દીકરાને પણ મારી નાખવામાં આવશે અને ઘરના સભ્યોને પણ જાનથી મારી નાખવામાં આવશે. આ અંગે વિજય કુમાર સોનીએ વાડજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ આપી હતી.

દરમિયાન આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ બ્રાન્ચ) અમિતકુમાર વિશ્વકર્માના આદેશથી એસીપી ડી.પી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. બારડ અને તેમની ટીમે પણ તપાસ આદરી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિદ્ધાર્થ ઉર્ફે સોનુ પંચાલ (રહે. ક્રાંતિ એપાર્ટમેન્ટ નવા વાડજ)ને અખબારનગર પાસેથી ઝડપી લીધો હતો.

આરોપી સિદ્ધાર્થની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચેથી છોડી તેના પિતાની હાર્ડવેરની દુકાન ઉપર ધંધો કરે છે. તેના પિતા ભરત ભાઇ ફેબ્રીકેશન ની દુકાન પણ ચલાવે છે. આર્થિક સંકળામણના કારણે તેણે પોતાના જ એપાર્ટમેન્ટમાં રહેતા વિજયકુમાર સોની સુખી હોય તેમની પાસેથી પૈસા પડાવવા માટે દિલ્હીની બિસ્નોઈ ગેંગના ઉદિતના નામે હિન્દી ભાષામાં ફોન કર્યાની કબૂલાત કરી હતી.

લાૅકડાઉનમાં બેકાર થતાં પ્લાન ઘડ્યો
આરોપી સિદ્ધાર્થની પૂછપરછમાં તણે કહ્યું કે, લાૅકડાઉનમાં આર્થિક તંગી સર્જાતા પ્લાન ઘડ્યો હતો. જોકે ખંડણીની વસુલાત માટે સિદ્ધાર્થે અન્ય બે મિત્ર લખી તિવારી અને પવનની મદદ લીધી હતી. જોકે આ બંને હજુ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપી એ ખંડણી માટે ધમકી આપતો પત્ર લખ્યો હતો અને 3 લાખ એકઠા થાય તો સોની વેપારીના ઘરની ગેલેરીમાં મૂકી લાલટેન લગાવી દેવાની સૂચના આપી હતી.

યુટ્યૂબ પરથી વર્ચ્યુઅલ કોલ કરતા શીખ્યો
આરોપી સિદ્ધાર્થ પંચાલે પોતાની ઓળખ થાય નહિ અને પૈસા મળી જાય તે માટે યુ ટ્યુબ પરથી વર્ચ્યુઅલ ફોન કરવા માટે કોલ ફ્રી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેના પર થી તે હિન્દી ભાષા માં બિશનોઈ ગેંગ ના ઉદિત ભાઇના નામે ખંડણી માંગી હતી.

Download Our B K News Today App



Related News