ભરૂચના સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી, એકની અટકાયત, તપાસ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-15 16:45:35
  • Views : 60
  • Modified Date : 2025-05-15 16:45:35

થોડા દિવસો પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યા બાદ હવે ભરૂચ શહેરમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને કોલ કરીને ધમકી આપવામાં આવી હતી. જેને લઇને પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે બોમ્બ સ્ક્વોડની મદદથી મંદિરમાં તપાસ કરી હતી અને પરંતુ કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. 

પોલીસના જણાવ્યા અનુસાર ભરૂચના સ્વામિનારાયણ મંદિરને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન કોલ આવ્યો હતો. જેને લઇને પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગણતરીના સમયમાં જ પોલીસે ધમકી આપનાર તોસિફ આદમ પટેલ નામના યુવકની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી લીધી છે. 

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી યુવકે પોતાના પરિવારિક ઝઘડાં ભાઇ અને બનેવી પર કાર્યવાહી થાય તે માટે ખોટો કર્યો હોવાનું બહાર આવ્યું છે. ધમકીભર્યો ફોન દહેજ બાયપાસ રોડ પરથી કરવામાં આવ્યો હતો. તોફિસે સ્વિકાર્યું હતું કે મંદિરમાં કોઇ બોમ્બ નથી તેને માત્ર બીજાને ફસાવવા માટે આ કોલ કર્યો હતો. 

Download Our B K News Today App



Related News