પંજાબમાં હજુ વધારે હિંસા કરવાની ધમકી આપતો ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-27 16:57:01
  • Views : 531
  • Modified Date : 2023-02-27 16:57:01

ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથી શીખ સંગઠન ‘વારિસ પંજાબ દે’ના સંસ્થાપક અમૃતપાલસિંહે ફરી એકવાર ધમકી આપી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, અમૃતપાલસિંહે અજનાલામાં વધુ વિરોધ પ્રદર્શન અને મારામારીની ધમકી આપી છે. અમૃતપાલસિંહે કહ્યું કે, અજનાલાની ઘટના હિંસા કંઈ જ નહોતી, અસલી હિંસા તો હજુ બાકી છે. અજનાલાની હિંસા પછી પંજાબના DGP ગૌરવ યાદવે નિવેદન આપ્યું હતું કે, અજનાલા કાંડમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પછી અમૃતપાલસિંહ લાલચોળ થઈ ગયો છે. તેણે શનિવારે ધમકી આપી છે કે, જો પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી તો અજનાલામાં વધુ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

અમૃતપાલના સહયોગી લવપ્રીત સિંહે તૂફાનને છોડવાની માગ કરી તેના સમર્થકોને અજનાલામાં પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. જેમાં 6 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતાં. આ પછી મામલો વધુ ગરમાયો છે. ખાલિસ્તાનને અલગ દેશની માંગ કરનારાનો બચાવ કરતાં પંજાબમાં કટ્ટરપંથનો નવો ચહેરો અમૃતપાલે કહ્યું કે, ખાલિસ્તાન પંજાબમાં એક ખૂબ જ સામાન્ય વાત છે. બહારના લોકોને તે માત્ર એટલે ડરામણી લાગે છે કેમ કે તે મીડિયાના ચશ્માથી જોવે છે. અમૃતપાલે કહ્યું કે, માત્ર ખાલિસ્તાનના સમર્થનમાં નારેબાજી અને ઝંડા સાથે વિરોધ પ્રદર્શન કરવાની ઘટનાને હિંસા કહેવામાં આવી રહી છે.

અમૃતપાલે ધમકી આપતાં કહ્યું કે, જ્યારે લોકો સામે અસલી હિંસાની ઘટના હશે તો પછી તેને શું કહેશે. તેને લોકોની હિંસાનો બચાવ કરતાં અમૃતપાલે કહ્યું કે, જે લોકો પર અત્યાચાર કરાયો છે. અંતમાં તે જ હિંસાનો રસ્તો અપનાવે છે. શીખ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોઈ રસ્તો ના હોય તો તલવાર ઉઠાવવી યોગ્ય પગલું છે. અમૃતપાલનું કહેવું છે કે, ખાલિસ્તાનની વિચારધારા ક્યારેય પુરી થશે નહીં. અમૃતપાલ સિંહે કહ્યું કે, માત્ર ભારતીય પાસપોર્ટ હોવાથી તે ખુદને ભારતીય માને છે. અજનાલાની ઘટના પછી અમૃતપાલની સુરક્ષા એજન્સીઓની રડાર પર આવી ગયો છએ. તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 35 એકાઉન્ટ છે. જેમાંથી બ્લૂ ટીકવાળા એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News