થરામાં યુરીયા ખાતરના ડેપો વિતરકે સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-17 18:17:24
  • Views : 579
  • Modified Date : 2020-04-17 18:17:24

થરામાં યુરીયા ખાતરના ડેપો વિતરકે સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કર્યો.થરામાં ધી કાંકરેજ તાલુકા તેલિબિયા રૂપાંતર સહકારી મંડળી લિમિટેડના સંચાલક વિરમભાઇ માલાભાઈ પટેલે સેનેટાઇઝ કર્યા વિના ફિંગર લઈ ૧૫૦થી વધુ ખેડૂતોને યુરિયા ખાતરનું વિતરણ કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે ........      કાંકરેજ તાલુકામાં લોકડાઉન બાદ ટ્રાન્સપોર્ટેશન બંધ રહેતા યુરીયા ખાતરની અછત વર્તાવા પામી હતી.પરંતુ લોકડાઉન-૨ બાદ જરરૂરીયાત ચિજવસ્તુઓ માટે સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશન પુનઃશરુ કરાતા યુરીયા ખાતરનો જથ્થો તાલુકામા આવ્યો હતો.થરામા ગુરૂવારના દિવસે ખાતરની ચાર થી વધુ ગાડીઓ આવેલ પરંતુ ખાતર ડેપોના વિતરકોએ જાણી જોઈને ઈરાદા પુર્વક ખેડુતોને ખાતર વિતરણ કર્યુ ન હતુ.અને બિજા દિવસે તા.૧૭-૦૪-૨૦૨૦ ને શુક્રવારના  કેટલાક ખાતર ડેપો વિતરકોએ ખાતરનુ વિતરણ કરતાં ખેડુતોની લાંબી લાઈનો લાગી હતી. સવારે ૬ કલાક થી લાઈનમા ઊભા રહેતા ફક્ત એકજ ખેડૂતને એકજ થેલી ખાતર આપવમાં આવતું હતું.અને લાગવગ ધરાવતા લોકોને વધુ ખાતર આપવમાં આવતું હતું તેવું ખેડૂતોના મુખે ચર્ચાઈ રહ્યું હતું

Download Our B K News Today App



Related News