પાલનપુર પાણીની સમસ્યાના નિકાલ માટે હજારો લોકો એકઠા થઇ પાલનપુર કલેકટરને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-14 15:45:15
  • Views : 338
  • Modified Date : 2022-04-14 15:45:15

 

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર પાણી માટે આંદોલન થયું છે. પાલનપુર તાલુકાના તળાવ ભરવાની માંગ સાથે આજે 8 હજાર થી વધુ મહિલા પશુપાલકો તેમ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા.હતા  પાલનપુર શહેરમાં જય જવાન જય કિસાન ના નારા સાથે પાણી માટે માંગ ઉગ્ર બનાવી કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે તળાવ ભરવાની માંગ કરી.હતી.

 

- ઉનાળાની શરૂઆત થતા બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા શરૂ

 

- પાલનપુર તાલુકામાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ અને ખેડૂતો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા

 

- પાલનપુર તાલુકાના તળાવ ભરવાની માંગ સાથે ઉગ્ર આંદોલન

 

- પાણી નહીં અપાય તો આગામી સમયમાં હજુ ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી

 

- બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ

 

     ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા નહિવત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે આમ તો બનાસકાંઠા જિલ્લામાં જીવાદોરી સમાન ત્રણ જળાશયો આવેલા છે પરંતુ  ત્રણેય જળાશયોમાં   વર્ષે નહિવત પાણી હોવાના કારણે જિલ્લામાં જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ ચાલુ વર્ષે નહીવત વરસાદ થયો હોવાના કારણે પાણીના તળ દિવસે ને દિવસે ઉંધા જઈ રહ્યા છે જેના કારણે હાલમાં પીવા માટે અને સિંચાઈ કરવા માટે પાણીની વિકટ સમસ્યા સર્જાઇ રહી છે બાબતે ખેડૂતો દ્વારા ગુજરાત સરકારમાં પાણી પૂરું પાડવા માટે અનેકવાર આંદોલન કરવામાં આવી છે તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાથે અન્યાય થતો હોય તેમ સરકાર ખેડૂતોની માગણી પૂરી કરવામાં આવતી નથી આમ તો દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની સૌથી મોટી સમસ્યા સર્જાતી પરંતુ હવે શહેરી વિસ્તારોમાં પણ પાણીના તળ ઉંડા જતા દિવસે દિવસે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. ત્યારે હાલમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે.

 

- ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પાણી માટે આંદોલન યોજાયું

 

 ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજે પાલનપુર તાલુકાના પશુપાલકો તેમજ ખેડૂતોની પાણીની સમસ્યા મામલે યોજાઇ. પાલનપુર થી ત્રણ કિલોમીટર દૂર ખેડૂતોએ એકઠા થયા. ત્યાંથી પદયાત્રા કરી પાણી આપો પાણી આપો ની માંગ કરી. ખેડૂતોની માંગ છે કે છેલ્લા કેટલાય સમયથી સરકાર પાસે ખેડૂતો પાણી માટેની માંગ કરી રહ્યા છે. પરંતુ તે માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. અગાઉ ખેડૂતોએ પદયાત્રા કરી ટ્રેક્ટર રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તે બાદ જે કાર્યવાહી થવી જોઈએ તે નથી થઈ. જેથી આજે મહિલા પશુપાલકો પાણીની માંગ સાથે રસ્તા પર ઉતરી છે. મહિલાઓની એક માંગ છે કે પીવાના પાણી નહીં પરંતુ પશુપાલન ને પીવા માટે પણ હવે પાણી નથી. સરકાર ખેડૂતોની સમસ્યાને વાચા આપી પાણીની વ્યવસ્થા કરે. જો સરકાર માન્ય નહીં સ્વીકારે તો આગામી સમયમાં આનાથી પણ  ઉગ્ર આંદોલન થશે. જેની જવાબદારી સરકારની રહેશે.

- આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે

 

 ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજે પશુપાલક મહિલાઓ તેમજ ખેડૂતોની આજે રેલી યોજાઈ. અગાઉ પણ પાલનપુર તાલુકાના ખેડૂતો તળાવ ભરવાની માંગ સાથે આંદોલન કરી ચૂક્યા છે. આજે ફરી એકવાર ખેડૂતો શાંતિપૂર્વક રસ્તા પર ઉતરે છે. ત્યારે જો હજુ પણ અમારી માંગ નહીં સ્વીકારાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન થશે. જો માંગ નહીં સ્વીકારે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે.જોકે અગાઉ થયેલા આંદોલન બાદ તળાવ ભરવા માટે સિંચાઇ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.કઈ જગ્યા થી પાણી લાવી શકાય તે માટે પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું કલેકટર દ્વારા જણાવાયું હતું..

Download Our B K News Today App



Related News