માર્ગ સલામતી જાગૃતિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને ગાંધીનગર ખાતે સન્માનિત કરાયા

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-13 11:53:52
  • Views : 235
  • Modified Date : 2022-10-13 11:53:52

    ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રી અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટીના અધ્યક્ષ પૂર્ણેશભાઇ મોદીના હસ્તે ગાંધીનગર ખાતે વિવિધ ત્રણ કેટેગરીમાં ‘‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૨એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે સ્વૈચ્છિક વ્યક્તિ, સ્વૈચ્છિક, શૈક્ષણિક, ઔદ્યોગિક સંસ્થાઓ અને સિટી-ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટી એમ વિવિધ ત્રણ કેટેગરી માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને એવોર્ડ માટે પસંદગી પામનારને અનુક્રમે રૂ.૧.૨૫ લાખ, રૂ.૧ લાખ અને રૂ.૭૫,૦૦૦ની રકમ અને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાહન વ્યવહાર મંત્રી દ્વારા ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૨માં સ્વૈચ્છિક વ્યક્તિ કેટેગરીમાં અમિત કિરીટકુમાર ખત્રી, અજયસિહ બી. જાડેજા અને વિષ્ણુભાઈ બનુભાઈ ઠાકોરને, સ્વૈચ્છિક સંસ્થામાં સરકારી પોલીટેકનીક, વલસાડ, વેસ્ટર્ન ઇન્ડિયા ઓટોમોબાઈલ એસોસિએશન (ઉૈંછછ) તેમજ ન્શ્‌ અમદાવાદ-માળિયા ટોલ વે લિમિટેડ જયારે સીટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીમાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી, અમદાવાદ, ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી સુરત અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી દેવભૂમિ દ્વારકાને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે એવોર્ડ એનાયત કરાયા હતા.

Download Our B K News Today App



Related News